આસામના મુખ્યપ્રધાન બનતાની સાથે જ હિમંત બિસ્વા સરમાએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય લીધો

Himanta Biswa Sarma આસામના 15માં મુખ્યપ્રધાન બન્યા. આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ હિમંત બિસ્વા સરમાને મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરાવ્યા

આસામના મુખ્યપ્રધાન બનતાની સાથે જ હિમંત બિસ્વા સરમાએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય લીધો
Aassam CM Himanta Biswa Sarma
Nakulsinh Gohil

|

May 10, 2021 | 5:07 PM

Himanta Biswa Sarma આસામના 15માં મુખ્યપ્રધાન બન્યા છે. આસામ ભાજપના ધારાસભ્યદળના નેતા અને આસામમાં NDA ગઠબંધનના નેતા તરીકે હિમંત બિસ્વા સરમાને પસંદ કરાયા બાદ તેઓ રવિવારે રાજ્યપાલ જગદીશચંદ્ર મુખીને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ આજે ​​ભાજપના નેતા અને પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનના સંયોજક હિમંત બિસ્વા સરમાને મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરાવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હાજર હતા. આસામના મુખ્યપ્રધાન બનતાની સાથે જ હિમંત બિસ્વા સરમાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અનેક મહાનુભાવોએ શુભકામનાઓ આપી આસામના નવા મુખ્યપ્રધાન બન્યા બાદ Himanta Biswa Sarma એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક ટ્વિટ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ તેમને શુભકામનાઓ આપી શુભેચ્છાઓ અને અભિનંદન બદલ આભાર તેમણે સૌનો આભાર પણ માન્યો.

ઉલ્ફાને શાંતિ માટે વાર્તા પ્રસ્તાવ મોકલ્યો આસામના મુખ્યપ્રધાન બનતાની સાથે જ Himanta Biswa Sarma એ આસામના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા (United Liberation Front of Asom) ને શાંતિ માટે વાર્તા પ્રસ્તાવ મોકલ્યો છે. ઉલ્ફા એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ એ ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં કાર્યરત એક મોટું આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠન છે. સશસ્ત્ર સંઘર્ષ દ્વારા આસામને સ્વતંત્ર રાજ્ય બનાવવાનું આ સંગઠનનું લક્ષ્ય છે. ભારત સરકારે વર્ષ 1990 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ‘આતંકવાદી સંગઠન’ તરીકે વર્ગીકૃત કર્યુ હતું.

મુખ્યપ્રધાન બિસ્વાએ કહ્યું, ‘હું ઉલ્ફા કમાન્ડર-ઇન-ચીફ પરેશ બરુઆને શાંતિ મંત્રણા માટે આગળ આવવા વિનંતી કરું છું. બંને પક્ષોએ શાંતિ વાર્તા માટે આગળ આવવું પડશે,” તેમણે કહ્યું કે, તેમનું લક્ષ્ય પાંચ વર્ષમાં આસામને દેશના ટોચના પાંચ રાજ્યોની યાદીમાં સમાવવાનું છે.

NRC માં ફેર ચકાસણી થશે શપથ ગ્રહણ બાદ Himanta Biswa Sarma એ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે તે ફરીથી NRCની ચકાસણી કરાવવા માંગે છે. મુખ્યપ્રધાન બિસ્વાએ એ કહ્યું કે આસામના સરહદી વિસ્તારોના 20 ટકા લોકો, જેમના નામ NRCમાં શામેલ છે, તેઓની ચકાસણી કરાવવા માંગે છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં 10 ટકા નામોની પણ ફરીથી ચકાસણી કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati