Omicron : દિલ્હીમાં ઓમિક્રોનના નવા 10 કેસ નોંધાયા,અત્યાર સુધીમાં 20 દર્દીઓમાં નવા વેરીયન્ટની પુષ્ટિ થઈ

|

Dec 17, 2021 | 2:33 PM

દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં 10 ઓમિક્રોનના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 20 દર્દીઓમાં ઓમિકોનની પુષ્ટિ થઈ છે.

Omicron : દિલ્હીમાં ઓમિક્રોનના નવા 10 કેસ નોંધાયા,અત્યાર સુધીમાં 20 દર્દીઓમાં નવા વેરીયન્ટની પુષ્ટિ થઈ
omicron virus (Symbolic Photo)

Follow us on

દેશભરમાં કોરોના(Corona)ના નવા વેરિએન્ટ(New variants)ના નવા કેસ સતત સામે આવતા જાય છે. દિલ્હી(Delhi)માં પણ ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 10 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 20 દર્દીઓમાં ઓમિકોનની પુષ્ટિ થઈ છે. આ પહેલા ગુરુવારે દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા દર્દીઓ(Patient)ની પુષ્ટિ થઈ હતી. આ અંગે દિલ્હીના આરોગ્ય મંત્રી(Minister of Health) સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 10 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે રાજધાનીમાં નવા વેરિઅન્ટના કુલ 20 કેસ નોંધાયા છે. આ 20 દર્દીઓમાંથી 10ને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે.

 

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે સવારે જ એરપોર્ટ પરથી 8 વધુ શંકાસ્પદ લોકો આવ્યા છે. એરપોર્ટથી આવતા ઘણા લોકો પોઝીટીવ જોવા મળી રહ્યા છે. LNJPમાં 40 પથારીનો ઓમિક્રોન દર્દીઓને સમર્પિત વોર્ડ હતો, પરંતુ સંખ્યા વધ્યા બાદ હવે અહીં બેડની સંખ્યા વધારીને 100 કરી દેવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

10 દર્દીઓ સાજા થયા

આ પહેલા મંગળવારે દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે જણાવ્યું હતું કે વિદેશથી આવેલા લોકોમાં તમામ ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે, તમામ કેસ સ્થિર છે. સ્થિતિ નિયંત્રણમાં છે. સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે ઓમિક્રોન હજુ પણ નિયંત્રણમાં છે. જો તે ફેલાશે તો સરકાર ફરી આ મામલાને જોશે. સમુદાય તરફથી અત્યાર સુધી કોઈ કેસ આવ્યો નથી, તમામ કેસ એરપોર્ટ પરથી આવ્યા છે. જે કોઈ વિદેશથી આવી રહ્યું છે, અમે દરેકના ટેસ્ટ કરી રહ્યા છે. અત્યાર સુધી જે પણ કેસ આવ્યા છે, તેમાં કોઈ ગંભીર નથી. બધા સામાન્ય છે. અમારી તૈયારીઓ એકદમ પૂર્ણ છે, પછી ભલે ગમે તે હોય, આપણે બધાએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે.

11 ડિસેમ્બર શનિવારે દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ઝિમ્બાબ્વેથી આવેલા પેસેન્જરનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. દર્દીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા હતા. આ ઓમિક્રોન પોઝિટિવ દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રીમાં દક્ષિણ આફ્રિકા પણ સામેલ છે.

આ પણ વાંચોઃ બોલિવુડ સેલેબ્સ બાદ સાઉથ સ્ટાર પણ કોરોનાના ભરડામાં, આ સાઉથ એક્ટર થયો કોરોના સંક્રમિત

આ પણ વાંચોઃ Surat : 17 પોસ્ટ અને 1.53 કરોડની સહાય, સોશિયલ મીડિયાના સદ્ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ આપતું સુરતનું આ ફેસબુક ગ્રુપ

Next Article