એક જ ઝટકે Zoomના 1300 કર્મચારીઓને મોટો ઝાટકો, CEOએ કહ્યું 30 મિનિટમાં મળી જશે મેલ, તમારી નોકરી જઈ રહી છે !

|

Feb 08, 2023 | 12:11 PM

કંપનીના સીઇઓ એરિક યુઆને છૂટા કરાયેલા કર્મચારીઓને મહેનતી ગણાવ્યા હતા અને કહ્યું છે કે છુટાકરવામાં આવી રહેલા કર્મચારીઓને 16 અઠવાડિયાનો પગાર, આરોગ્યની સુવીધા અને વર્ષ 2023નું બોનસ આપવામાં આવશે.

એક જ ઝટકે Zoomના 1300 કર્મચારીઓને મોટો ઝાટકો, CEOએ કહ્યું 30 મિનિટમાં મળી જશે મેલ, તમારી નોકરી જઈ રહી છે !
એક જ ઝટકે Zoomના 1300 કર્મચારીઓ થયા બેરોજગાર
Image Credit source: Google

Follow us on

વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે અમેરિકન વિડિયો કોલ સર્વિસ પ્રોવાઈડર ટેક કંપની Zoom એક જ ઝાટકે 1300 કર્મચારીઓની છટણી કરી દીધી છે. આ કંપનીના કુલ કર્મચારીઓના 15 ટકા છે. કંપનીના સીઈઓ એરિક યુઆને કંપનીની વેબસાઈટ પર એક બ્લોગ પોસ્ટમાં છટણીની જાહેરાત કરતા લખ્યું કે, જો તમે યુએસ-આધારિત કર્મચારી છો જેને છટણીથી અસર થઈ છે, તો તમને 30 મીનિટમાં Zoom અને પોતાના પર્સનલ મેઇલ મળી જશે.

કર્મચારીઓેને 16 અઠવાડિયાનો પગાર અને બોનસ મળશે

એરિક યુઆને છૂટા કરાયેલા કર્મચારીઓને મહેનતુ ગણાવ્યા અને કહ્યું કે અસરગ્રસ્ત(છુટા કરાયેલા) કર્મચારીઓને 16 અઠવાડિયાનો પગાર, આરોગ્ય અને વર્ષ 2023 માટે વાર્ષિક બોનસ આપવામાં આવશે. એરિક યુઆને લખ્યું છે કે યુએસ બહારના કર્મચારીઓને પણ ત્યાંના નિયમો અનુસાર મદદ કરવામાં આવશે.

આ પણ વાચો: એમેઝોનમાં છટણીનો સિલસિલો યથાવત, 2300 કર્મચારીઓને નોટિસ અપાઇ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોનાના સમયમાં લોકોને zoomનો ખુબ ઉપયોગ કર્યો

ઝૂમની છટણીની જાહેરાતની અસર પણ બજારમાં જોવા મળી હતી. મંગળવારે નાસ્ડેક પર ઝૂમના શેરમાં 8 ટકાનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે કોવિડ-19 દરમિયાન ઘણી ટેક કંપનીઓને અણધારી(ધારણા કરતા વધારે) વૃદ્ધિ મળી હતી. જ્યારે સમગ્ર વિશ્વમાં લોકો તેમના ઘરોમાં કેદ હતા, ત્યારે લોકોએ ઘણા કાર્યો માટે ઝૂમ જેવી વિડિઓ કૉલિંગ કંપનીઓની સેવાઓનો ઉપયોગ કર્યો હતો.

આઈટી કંપનીઓએ લગભગ 50,000 કર્મચારીઓની છટણી કરી

કોરોના સમય દરમ્યાન ઝૂમનો બિઝનેસ ચરમસીમાએ હતો, પરંતુ કોવિડ પછી જ્યારે આર્થિક મંદી આવી ત્યારે ઘણી અમેરિકન આઈટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. એકલા જાન્યુઆરીમાં જ ઘણી આઈટી કંપનીઓએ લગભગ 50,000 કર્મચારીઓની છટણી કરી છે. મોટી અમેરિકન કંપની ડેલે પણ સોમવારે 6600 કામદારોની છટણી કરવાની જાહેરાત કરી છે.

ટેક કંપની એક પછી એક છટણીની જાહેરાત કરી રહી છે

વિશ્વભરની મોટી ટેક કંપનીઓ એક પછી એક છટણી જેવા મોટા નિર્ણયો લઈ રહી છે, યાદ અપાવીએ કે તાજેતરમાં માઇક્રોસોફ્ટે પણ લગભગ 11 હજાર લોકોને કંપનીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટમાં આ છટણી કંપનીના એન્જિનિયરિંગ વિભાગને અસર કરશે, જેનો અર્થ છે કે કંપનીના આ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને છટણીથી અસર થશે.

માઇક્રોસોફ્ટે કોવિડ દરમિયાન 36 ટકા લોકોને નોકરી પર રાખ્યા હતા અને હવે કંપનીએ માત્ર 5 ટકા કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય લીધો છે. પરંતુ તે જ સમયે, કંપનીના સીઈઓ સત્ય નડેલાએ પણ ખાતરી કરી હતી કે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિભાગમાં લોકોને નોકરી પર રાખશે. યાદ અપાવો કે ગયા વર્ષે પણ ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીઓએ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

Next Article