AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ હોય છે IAS અધિકારીના બોસ? શું હોય છે તેમની પોસ્ટ અને કેટલો હોય છે પગાર? જાણો

યૂપીએસસી ક્રેક કર્યા બાદ આઈએએસ તરીકે પસંદ કર્યા બાદ જિલ્લાથી લઈ કેન્દ્ર સરકારના અંતર્ગત કામ કરવાની તક મળે છે. શું તમને ખબર છે કે શક્તિશાળી અને વિશિષ્ટ નોકરીની સ્થિતિ સિવાય એક આઈએએસ અધિકારીને સારો પગાર પણ મળે છે.

કોણ હોય છે IAS અધિકારીના બોસ? શું હોય છે તેમની પોસ્ટ અને કેટલો હોય છે પગાર? જાણો
File Image
| Updated on: Dec 25, 2023 | 5:18 PM
Share

સિવિલ સર્વિસ પરીક્ષા ક્રેક કરનારા દરેક યુવાનને મોટા ઉદાહરણ તરીકે યાદ રાખવામાં આવે છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ક્રેક કરનારા યુવાનની પસંદગી IAS, IPS અને IFS જેવા મહત્વના પદ પર થાય છે. આ પદ પર પોસ્ટિંગ મેળવનારા વ્યક્તિના હાથમાં જ કાયદો વ્યવસ્થાથી લઈ સરકારની નવી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. આઈએએસના પદ પર પસંદગી થયા બાદ ઘણી જવાબદારીવાળી પોસ્ટ પર કામ કરવાનું હોય છે.

યૂપીએસસી ક્રેક કર્યા બાદ આઈએએસ તરીકે પસંદ કર્યા બાદ જિલ્લાથી લઈ કેન્દ્ર સરકારના અંતર્ગત કામ કરવાની તક મળે છે. શું તમને ખબર છે કે શક્તિશાળી અને વિશિષ્ટ નોકરીની સ્થિતિ સિવાય એક આઈએએસ અધિકારીને સારો પગાર પણ મળે છે. એક આઈએએસ અધિકારીને દરેક પ્રમોશન સાથે ના માત્ર તેનો રેન્ક વધે છે પણ તેનો માસિક પગાર પણ વધે છે.

IASનું સૌથી મોટુ પદ

IASનો મતલબ મોટાભાગના લોકો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે DM જ સમજે છે, જો કે તમને જણાવી દઈએ કે UPSC ક્રેક કર્યા બાદ કેન્ડિડેટ્સને પહેલા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી એન્ડ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ માટે જવુ પડે છે. ત્યારબાદ તેમને કેડર અને સર્વિસ એલોટ થાય છે. આઈએએસ માટે પસંદગી થયા બાદ 3 મહિના કેન્દ્ર સરકાર અંતર્ગત કોઈ મંત્રાલયમાં કામ કરવાનું હોય છે. ત્યારબાદ SDM અથવા આસિસ્ટન્ટ કમિશ્નરના પદ પર પ્રથમ પોસ્ટિંગ થાય છે. તેમાં 1થી 4 વર્ષ સુધી કામ કરવાનું હોય છે.

કઈ છે IASની સૌથી મોટી પોસ્ટ?

એક આઈએએસ અધિકારની સૌથી મોટી પોસ્ટ એડિશનલ ચીફ સેક્રેટરી, ચીફ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ઓફ ઈન્ડિયાની હોય છે. આ પદને IAS અધિકારીના બોસ પણ કહી શકાય છે. આ પદ પર સિલેક્ટ થયા બાદ 2 વર્ષ સર્વિસ આપીને નિવૃત થવાનું હોય છે. જણાવી દઈએ કે એક આઈએએસના કરિયરમાં 37 વર્ષની સર્વિસ બાદ આ પોસ્ટ મળે છે.

કેટલો હોય છે પગાર?

જો સેલરીની વાત કરીએ તો જ્યારે એક આઈએએસની પસંદગી એસડીએમ, એએસપી અથવા આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે થાય છે તો તે બેઝિક સેલરી લેવલ 10ના આધાર પર 56,100 રૂપિયા હોય છે. તે સિવાય અન્ય સરકારી ભથ્થાનો લાભ પણ મળે છે. ત્યાં સૌથી ઉંચા પદ એટલે કે કેબિનેટ સેક્રેટરી ઓફ ઈન્ડિયાના પદ પર પસંદગી થયા બાદ બેઝિક સેલરી 2,50,000 રૂપિયા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">