ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરીની તક, ટેક્નીશિયન સહિતની આ જગ્યાઓ માટે કરો અરજી

|

Jan 08, 2023 | 8:49 AM

ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (FRI)માં નોકરીઓ માટે અપ્લાય કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ fri.icfre.gov.inની મુલાકાત લેવી પડશે.

ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરીની તક, ટેક્નીશિયન સહિતની આ જગ્યાઓ માટે કરો અરજી
FRI Group C job Recruitment 2022

Follow us on

દેશના લાખો યુવાનો સરકારી નોકરીની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે તેઓ દિવસ-રાત તૈયારી કરે છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો સરકારી નોકરી સંબંધિત અપડેટ્સ પર નજર રાખે છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (FRI)એ ટેકનિશિયન, LDC અને અન્ય પોસ્ટ માટે સરકારી નોકરીની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 72 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે, FRIમાં નોકરી માટે તેઓએ ઓફિશિયલ વેબસાઇટ fri.icfre.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

FRIમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને કહેવામાં આવે છે કે, ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો વિવિધ પોસ્ટ માટે 19 જાન્યુઆરી, 2023 સુધી અરજી કરી શકશે. આ પછી અરજી કરનારા ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને કહેવામાં આવે છે કે, અરજી ફોર્મ ભર્યા પછી, તેઓએ કમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા (સ્ટેજ-1) માટે હાજર રહેવું પડશે. જે ફેબ્રુઆરી 2023માં લેવામાં આવશે.

FRI Group C Recruitment 2022-23 Job Notification

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કઇ જગ્યા પર થશે નિમણૂક

આ ભરતી ઝુંબેશ હેઠળ કુલ 72 ગ્રુપ-સી પદો પર ભરતી કરવામાં આવશે. ચાલો, જાણીએ કઇ જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

  • ટેકનિશિયન (ફીલ્ડ/લેબ સંશોધન) : 23
  • ટેકનિશિયન (મેનટેનન્સ) : 6
  • ટેકનિકલ આસિસ્ટન્ટ (પેરા મેડિકલ) : 7
  • લોઅર ડિવિઝન કલાર્ક : 5
  • ફોરેસ્ટ ગાર્ડ : 2
  • સ્ટેનો ગ્રેડ 2 : 1
  • સ્ટોર કીપર : 2
  • ડ્રાઈવર ઓર્ડિનરી : 4
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) : 22

FRI Recruitment માટે કેવી રીતે અરજી કરવી?

  • FRI ભરતી માટે ઓફિશિયલ વેબસાઇટ fri.icfre.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર તમારે Click Here To Apply for Group- C Recruitment 2022 લિન્ક પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફી ભરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

એપ્લિકેશન ફી કેટલી છે?

ઉમેદવારોને કહેવામાં આવે છે કે તેઓએ એપ્લિકેશન ફી પણ ચૂકવવી પડશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 1500 ચૂકવવા પડશે. SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ અરજી ફી તરીકે 700 રૂપિયા ચૂકવવા પડશે.

Next Article