UPSC ESIC Recruitment 2021: UPSC તરફથી નાયબ નિયામકની જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, જાણો તમામ વિગત

|

Aug 14, 2021 | 5:21 PM

UPSC ESIC Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ESICમાં ડેપ્યુટી ડિરેક્ટરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

UPSC ESIC Recruitment 2021: UPSC તરફથી નાયબ નિયામકની જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, જાણો તમામ વિગત
UPSC ESIC Recruitment 2021

Follow us on

UPSC ESIC Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ESICમાં ડેપ્યુટી ડિરેક્ટરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર કુલ 151 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આમાં (UPSC ESIC Recruitment 2021) અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈને અરજી કરી શકે છે.

UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર આ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોને અરજી કરવા માટે 2 સપ્ટેમ્બર 2021 સુધી 11:59 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉમેદવારો 3 સપ્ટેમ્બર 2021 સુધી UPSC ESIC નાયબ નિયામક ભરતી 2021 (UPSC ESIC Recruitment 2021) માટે સબમિટ કરેલ અરજી ફોર્મ પ્રિન્ટ કરી શકશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડના આધારે કરવામાં આવશે, જેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લાયકાત

UPSC ESIC Recruitment 2021 માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઇચ્છિત ક્ષેત્રમાં ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઉમેદવારો પાસે કોઈપણ સરકારમાં એકાઉન્ટ, માર્કેટિંગ, વીમા અથવા જાહેર સંબંધોમાં ઓછામાં ઓછી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મહત્વપૂર્ણ તારીખો

  1. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 2 સપ્ટેમ્બર 2021
  2. અરજી ફોર્મ પ્રિન્ટ કરવની છેલ્લી તારીખ – 3 સપ્ટેમ્બર 2021
  3. લેખિત પરીક્ષા તારીખ – ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

વય મર્યાદા

જાહેર કરેલી સૂચના અનુસાર UPSC ESIC નાયબ નિયામક ભરતી 2021 માટે અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 151 ખાલી જગ્યાઓમાંથી 66 UR ઉમેદવારો માટે, SC ઉમેદવારો માટે 23, ST માટે 09, OBC માટે 38, EWS માટે 15 અને PWBD ઉમેદવારો માટે 4 જગ્યાઓ છે.

પસંદગી પ્રક્રિયા

આ ખાલી જગ્યા (UPSC ESIC Recruitment 2021)માં ઉમેદવારોને પ્રથમ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBTમાં પસંદ કરવામાં આવશે. તે એક ઓનલાઈન ટેસ્ટ હશે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં હાજર રહેવું પડશે. કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ બે કલાકની રહેશે અને તેમાં A અને B એમ બે ભાગ હશે. ભાગ-એ અંગ્રેજી સાથે સંબંધિત હશે અને ભાગ-બી સામાન્ય ક્ષમતા સાથે સંબંધિત હશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસો.

 

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

Next Article