UPSC CMS Recruitment 2021: કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

|

Jul 20, 2021 | 2:57 PM

યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 07 જુલાઈથી શરૂ થઈ છે.

UPSC CMS Recruitment 2021: કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી
UPSC CMS Recruitment 2021

Follow us on

UPSC CMS Recruitment 2021: યૂનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા સંયુક્ત તબીબી સેવા પરીક્ષા માટેની ખાલી જગ્યા પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે હવે થોડો જ સમય બાકી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો હજી સુધી આમાં (UPSC CMS Recruitment 2021) અરજી કરી શક્યા નથી તેઓ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.inની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 838 પદ પર ભરતી કરવામાં આવશે.

યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 07 જુલાઈથી શરૂ થઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 27 જુલાઈના રોજ સાંજ 06:00 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ફી જમા્ં કરવાની પણ આ છેલ્લી તારીખ છે.

જાહેર કરેલી સૂચના મુજબ આ ખાલી જગ્યા માટેની પરીક્ષા 21 નવેમ્બર 2021ના ​​રોજ યોજાનાર છે. સાથે જ આ પોસ્ટ્સ પર લેવાનાર પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ ઓક્ટોબરમાં જારી કરવામાં આવશે. તબીબી ક્ષેત્રે નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. આમાં અરજી કરતાં પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને સંપૂર્ણ રીતે તપાસો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આવી રીતે કરો અરજી

  1. આ પદ માટે અરજી કરવા સૌ પ્રથમ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર Recruitment પર જાઓ.
  3. હવે Online Application for Lateral Recruitment પર જાઓ.
  4. અહીં Combined Medical Services Examination લિંક પર જાઓ.
  5. વિનંતી કરેલી વિગતો ભરીને અહીં રજિસ્ટ્રેશન કરો.
  6. બાદમાં Application Formની લિંક પર જાઓ.
  7. આવેદનપત્ર ભરો અને એક પ્રિન્ટ આઉટ લો.

લાયકાત અને વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી એમબીબીએસ પાસ ડિગ્રી અથવા અપીયરિંગ મેડિકલ ડિગ્રી હોવી જોઈએ. અરજી કરનારની ઉંમર અરજી 32 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ. 1 લી ઓગસ્ટ 2021 ના ​​રોજ ઉંમરની ગણતરી કરવામાં આવશે. અનામતના હેઠળ આવતા ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.

આ જગ્યાઓ પર ભરતી થશે

જાહેર કરેલી સૂચના મુજબ આ ખાલી જગ્યામાં કુલ 838 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આમાં જુનિયર સ્કેલ પોસ્ટ પર સેન્ટ્રલ હેલ્થ સર્વિસ માટે 349 બેઠકો, સહાયક વિભાગ મેડિકલ ઓફિસર રેલવે માટેની 300 જગ્યાઓ, જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર ગ્રેડ 2 અને જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર, દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલમાં 184 જગ્યાઓ પર ભરતી થશે.

 

આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આ પણ વાંચો: Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Next Article