UGC NET ફેઝ 2 પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ 5 સ્ટેપમાં કરો ડાઉનલોડ

|

Sep 17, 2022 | 6:39 PM

એનટીએ યુજીસી નેટ એડમિટ કાર્ડ 2022 (NTA UGC NET Admit Card 2022) ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થની જરૂર પડશે. આ પરીક્ષા ડિસેમ્બર 2021 અને જૂન 2022 ની પરીક્ષાઓનું મર્જ કરેલ ચક્ર છે. એનટીએ એ જાહેરાત કરી છે કે પરીક્ષા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.

UGC NET ફેઝ 2 પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ 5 સ્ટેપમાં કરો ડાઉનલોડ
UGC NET Admit Card 2022

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુજીસી નેટ 2022 (UGC NET 2022) ફેઝ 2 પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. એનટીએ યુજીસી નેટ એડમિટ કાર્ડ 2022 (NTA UGC NET Admit Card 2022) ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થની જરૂર પડશે. આ બંને દ્વારા તમારે ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કરવું પડશે. ફેઝ 2ની પરીક્ષા દેશભરમાં અલગ અલગ કેન્દ્રો પર 20 થી 30 સપ્ટેમ્બર 2022 એ લેવામાં આવશે. આ પરીક્ષાઓ 64 વિષયો માટે લેવામાં આવશે.

એક મહિના પહેલા એનટીએ એ પરીક્ષા સપ્ટેમ્બર સુધી પોસ્ટપોન રાખી હતી. આ પહેલા યુજીસી નેટ 2022 ફેઝ 2 ની પરીક્ષા 12 થી 14 ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશભરમાં 225 શહેરોમાં સ્થિત 310 પરીક્ષા કેન્દ્રો પર 33 વિષયો માટે 9, 11 અને 12, 2022 ના યુજીસી-નેટ ડિસેમ્બર 2021 અને જૂન 2022 (મર્જ કરેલ સાયકલ) ફેઝ 1 પરીક્ષાઓ આયોજીત કરી હતી. આ પરીક્ષા ડિસેમ્બર 2021 અને જૂન 2022 ની પરીક્ષાઓનું મર્જ કરેલ ચક્ર છે. એનટીએ એ જાહેરાત કરી છે કે પરીક્ષા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

UGC NET 2022 Phase 2 Exam નું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ .
  • હોમપેજ પર UGC NET Admit card 2022 લિંક પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • હવે તમે તમારી સ્ક્રીન પર એડમિટ કાર્ડ જોઈ શકશો.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

UGC NET 2022 પરીક્ષા માટે ક્વોલિફાય કરવા અને JRF અને Eligibility for Assistant Professor અને Assistant Professor માટેની પાત્રતા માટે ઉમેદવારોએ બંને પેપરમાં હાજર રહેવું પડશે. આ સિવાય બંને પેપરમાં એકસાથે 40 ટકા માર્ક્સ હોવા જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે આ મર્યાદા 35% ગુણ છે.

Next Article