CBSE Board Result 2021: સીબીએસઈ એ જાહેર કરી ડેડલાઈન, હવે આ દિવસે આવી શકે છે 10-12નુ પરિણામ

|

Jul 20, 2021 | 10:02 PM

સીબીએસઈએ તેના સમયપત્રક મુજબ 20 મી જુલાઈ સુધીમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર કરવાનું હતું. જો કે હવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં હજી થોડા દિવસોનો સમય લાગશે.

CBSE Board Result 2021: સીબીએસઈ એ જાહેર કરી ડેડલાઈન, હવે આ દિવસે આવી શકે છે 10-12નુ પરિણામ
CBSE એ પરીણામને લઈને નોટીસ જાહેર કરી છે.

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામને(CBSE Board Result 2021)  તૈયાર કરવા માટેની એક ડેડલાઈન જાહેર કરવામાં આવી છે. દેશભરમાં બકરી ઈદની ઉજવણી ચાલી રહી છે તેમ છતાં સીબીએસઇએ પરિણામ તૈયાર કરવાની અંતિમ તારીખ 22 જુલાઈને લઈને એક નોટિસ જાહેર કરી છે.

સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12નાં પરિણામો (CBSE 10th 12th Result 2021) તૈયાર કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2021 છે . સીબીએસઇએ જણાવ્યું હતું, કે સીબીએસઈની તમામ પ્રાદેશિક કચેરીઓ બકરી ઈદ એટલે કે 21 જુલાઇએ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.જેથી પરિણામની કામગીરી નિયત તારીખ સુધીમાં પૂર્ણ કરી શકાય અને શાળાઓને મદદ મળે.

સીબીએસઈએ તેના સમયપત્રક મુજબ 20 મી જુલાઈ સુધીમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર કરવાનું હતું. જો કે હવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં હજી થોડા દિવસોનો સમય લાગશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પરીક્ષા નિયામક દ્વારા આપવામાં આવી જાણકારી

સીબીએસઈના પરીક્ષા નિયામક (પટના) સંયમ ભારદ્વાજે કહ્યું છે કે મને વિશ્વાસ છે કે અમે ધોરણ 12નું  પરિણામ સમયસર તૈયાર કરી શકીશું. શાળાઓને આ પ્રક્રિયામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પ્રથમ વખત આ રીતે પરિણામ  તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સીબીએસઈ બોર્ડ શાળાઓને જરૂર પડતી તમામ મદદ કરવા  માટે પ્રતિબદ્ધ છે. સીબીએસઇએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ  ધોરણ 10નું (CBSE Board Result 2021) પરિણામ જોવા માટે રોલ નંબર જરૂરી છે તે વિદ્યાર્થીઓએ જે -તે શાળામાંથી મેળવવાનો રહેશે.

કેવી રીતે જોવા મળશે પરીણામ

  1. પરીણામ ચકાસવા માટે, સૌ પ્રથમ સીબીએસઈની officialફિશિયલ વેબસાઇટ, cbse.gov.in પર જાઓ.
  2. પરીણામ ટેબ પર ક્લિક કરો
  3. એક નવું પેજ ખુલશે સીબીએસઇ પરીક્ષા પરીણામ
  4. સીબીએસઇ ધોરણ 10 ના પરિણામ અને સીબીએસઇ ધોરણ 12 ના પરિણામની લિંક પર ક્લિક કરો.
  5. તમારો રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો.
  6. સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  7. તમારું પરિણામ તમે સ્ક્રીન પર જોઈ શક્શો.
  8. પરિણામને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે સાચવીને રાખો.

આ પણ વાંચો Ola Electric Scooter: હવે આવશે પેટ્રોલ જેટલી જ એવરેજ આપતુ ઈલેક્ટ્રીક સ્કુટર, જાણો શું હશે નવા ફીચર્સ

Next Article