NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન અને સુધારણા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, આ રીતે કરો અરજી

|

Aug 20, 2021 | 3:25 PM

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સએ NEET PG 2021 રજિસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડોને 25 ઓગસ્ટ, 2021 સુધી લંબાવ્યું છે.

NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન અને સુધારણા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, આ રીતે કરો અરજી
Deadline for registration and correction for NEET PG 2021 has been extended

Follow us on

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ, NBE(National Board of Examinations)એ NEET PG 2021 રજિસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડોને 25 ઓગસ્ટ, 2021 સુધી લંબાવ્યું છે. જે ઉમેદવારોએ હજુ સુધી રાષ્ટ્રીય લાયકાત કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણી કરાવી નથી તેઓ NBEની સત્તાવાર સાઇટ natboard.edu.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.

નોંધણી લિંક 16મી ઓગસ્ટના રોજ સક્રિય કરવામાં આવી હતી. સત્તાવાર નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન વિન્ડો અને એડિટ વિન્ડો 25.08.2021 (11:55 PM) સુધી લંબાવવામાં આવી છે.”

NEET-PG 2021 પરીક્ષા માટે પહેલેથી જ નોંધાયેલા ઉમેદવારો દ્વારા એડિટ વિન્ડોનો ઉપયોગ કરી શકાય છે. જો તેઓ આવું કરવા ઈચ્છે તો આ વિન્ડો દરમિયાન તેઓ તેમની કેટેગરી અને EWS સ્ટેટસ બદલી શકે છે. વિન્ડો અરજી ફોર્મમાં પહેલેથી જ આપવામાં આવેલી અન્ય માહિતીમાં ફેરફાર કરવાની મંજૂરી આપશે નહીં. રજિસ્ટ્રેશન વિન્ડો અને કરેક્શન વિન્ડો ફરી ખોલવાનો નિર્ણય ઘણા ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જેથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા નવા આરક્ષણ નિયમો હેઠળ ફેરફાર કરી શકાય.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

NEET PG 2021 પરીક્ષા માટે કેવી રીતે નોંધણી કરવી:

રસ ધરાવતા અને લાયક વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્ટેપથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ nbe.edu.inની મુલાકાત લો.
સ્ટેપ 2: વેબસાઇટ પર આપવામાં આવેલી રજિસ્ટ્રેશન માટેની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: તેના પર ક્લિક કરીને, નવા રજિસ્ટ્રેશનના વિકલ્પ પર જાઓ. આમાં તમારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલની મદદથી રજીસ્ટર કરો.
સ્ટેપ 4: હવે તમને મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
સ્ટેપ 5: હવે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગઈન કરો.
સ્ટેપ 6: બધી વિનંતી કરેલી માહિતી સબમિટ કરો.
સ્ટેપ 7: ફોટો અપલોડ કરો અને સહી અપલોડ કરો.
સ્ટેપ 8: હવે અરજી ફી ચૂકવો.
સ્ટેપ 9: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ લેવાનું ભુલશો નહીં.

NEET MDS કાઉન્સેલિંગ આજથી શરૂ

NEET-MDS પ્રવેશ માટે કાઉન્સેલિંગ આજથી શરૂ થશે. કાઉન્સેલિંગ 20 ઓગસ્ટથી 10 ઓક્ટોબર 2021 દરમિયાન હાથ ધરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ- mcc.nic.in પર જઈને NEET-MDS કાઉન્સેલિંગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે. એમસીસી દ્વારા જારી કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ, રાઉન્ડ 1 નોંધણી પ્રક્રિયા 24 ઓગસ્ટ 2021ના ​​રોજ સમાપ્ત થશે.

21 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ચોઈસ ફિલિંગ અથવા લોક કરવાનું રહેશે. સીટ ફાળવણીની પ્રક્રિયા 25 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી ચાલશે. પરિણામ 27 ઓગસ્ટ 2021ના ​​રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ફાળવેલ કોલેજમાં જાણ કરવી જરૂરી રહેશે.

 

આ પણ વાંચો: PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

Next Article