2023ની શરુઆતમાં 71000 લોકોને મળી સરકારી નોકરી, PMએ કહ્યું- હજુ લાખો નોકરીઓ ઉપલબ્ધ થશે

|

Jan 20, 2023 | 12:41 PM

આ અવસરે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને આજે સંબોધિત કર્યા હતા. તેમજ આ ભરતી મેળામાં પસંદગી પામેલ યુવાનોને નિમણૂક પત્ર આપ્યા છે.

2023ની શરુઆતમાં 71000 લોકોને મળી સરકારી નોકરી, PMએ કહ્યું- હજુ લાખો નોકરીઓ ઉપલબ્ધ થશે
PM Modi addressed the youth

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જાન્યુઆરી એટલે કે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 લાખ કર્મચારીઓ માટે “ભરતી મેળા”ની શરુઆત કરી છે. ત્યારે ભરતી મેળા અભિયાન અંતર્ગત લગભગ 71,000 યુવાનોને અપોઈનમેન્ટ લેટર આપ્યા છે. આ અવસરે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને આજે સંબોધિત કર્યા હતા. તેમજ આ ભરતી મેળામાં પસંદગી પામેલ યુવાનોને નિમણૂક પત્ર આપ્યા છે. આ પ્રસંગે પીએમે યુવાનોને સંબોધતા કહ્યું કે, અમારી સરકાર જે કહે છે તે કરે છે અને આ જોબ ફેર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ભરતી મેળામાં PM મોદીનું સંબોધન

નવા વર્ષની શરુઆત સાથે જ વર્ષનો પહેલો ભરતી મેળો દેશભરમાં યોજાઈ રહ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે પીએમે યુવાનોને સંબોધતા કહ્યું કે અમારી સરકાર જે કહે છે તે કરે છે અને આ જોબ ફેર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે આ રોજગાર મેળો આપણા સુશાસનની ઓળખ છે. તેમણે કહ્યું કે અમે 70 હજારથી વધુ લોકોને રોજગાર આપવાની વાત જ નથી કરી, પરંતુ કરીને બતાવી પણ દીધું છે. પીએમે કહ્યું કે બદલાતા ભારતમાં માત્ર રોજગાર જ નહીં પરંતુ સ્વ-રોજગારનું સ્તર પણ વધ્યું છે.

ભરતી પ્રક્રિયા સમયબદ્ધ અને સુવ્યવસ્થિત-PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે વિવિધ કારણોસર નિયમિત પ્રમોશન પણ રોકી દેવામાં આવતું હતું. તેમણે કહ્યું કે હવે કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે, કેન્દ્ર સરકારમાં ભરતી પ્રક્રિયા વધુ સમયબદ્ધ અને સુવ્યવસ્થિત છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ જગ્યાઓ પર નોકરીની તક

PMOએ કહ્યું કે દેશભરમાંથી પસંદ કરાયેલા યુવાનોને ભારત સરકાર હેઠળના વિભાગોમાં કામ કરવાની તક મળશે. રોજગાર મેળા હેઠળ જુનિયર એન્જિનિયર, લોકો પાઇલટ, ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, આવકવેરા નિરીક્ષક, શિક્ષક, નર્સ, ડૉક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, PA અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જેવી વિવિધ પોસ્ટ્સ આપવામાં આવશે.

71,000 યુવાનોને PM આપ્યું નિમણૂક પત્ર

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફનું એક પગલું છેઆવતીકાલનો દિવસ 71000 યુવાનો માટે ખાસ છે. આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરી, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળો 2023 હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. PM મોદી સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના રોજગાર મેળા 2023 કાર્યક્રમમાં ભાગ લેશે.

 ઓરિએન્ટેશન કોર્સનું પણ આયોજન

રોજગાર મેળા કાર્યક્રમ દરમિયાન, નવનિયુક્ત એમ્પલોયને ‘કર્મયોગી પ્રારંભ મોડ્યુલ’ વિશે તેમના અનુભવો પણ શેર કરશે. કર્મયોગી પ્રારંભ મોડ્યુલએ વિવિધ સરકારી વિભાગોમાં નવા ભરતી થયેલા તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે. આમાં સરકારી કર્મચારીઓ માટે આચાર સંહિતા, કાર્યસ્થળની નૈતિકતા, અખંડિતતા અને માનવ સંસાધન નીતિઓનો સમાવેશ થાય છે.

Next Article