SSC Recruitment 2021: SSC એ 3261 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો સમગ્ર વિગત

|

Sep 25, 2021 | 2:22 PM

SSC કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત ઉમેદવારો BhIM, UPI નેટ બેન્કિંગ, વિઝા માસ્ટરકાર્ડ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઇન ફી ચૂકવી શકે છે.

SSC Recruitment 2021: SSC એ 3261 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો સમગ્ર વિગત
SSC Recruitment 2021

Follow us on

SSC Recruitment 2021:  સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. SSC એ (Staff Selection Commission) સિલેક્શન પોસ્ટ ફેઝ -09 નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કમિશને 3261 જગ્યાઓ માટે ખાલી જગ્યા બહાર પાડી છે. જે ઉમેદવારોને આ પોસ્ટ્સ પર પસંદ કરવામાં આવશે તેમને કેન્દ્ર સરકારના 271 વિભાગોમાં પોસ્ટિંગ (Posting) આપવામાં આવશે. સત્તાવાર માહિતી અનુસાર, આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બર, 2021 થી શરૂ થઈ છે.

જો ફોર્મમાં કોઈ વિસંગતતા જોવા મળશે તો કમિશન દ્વારા ફોર્મ રદ્દ કરવામાં આવશે.

આવી સ્થિતિમાં, લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.ઉમેદવારો સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી (Application) કરતા પહેલા, ઉમેદવારોએ સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે. કારણ કે જો ફોર્મમાં (Application Form)  કોઈ વિસંગતતા જોવા મળશે તો કમિશન દ્વારા ફોર્મ રદ્દ કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 24 સપ્ટેમ્બર, 2021

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 25 ઓક્ટોબર 2021

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ -28 ઓક્ટોબર, 2021

ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ- 1 નવેમ્બર, 2021

અરજી ફી

કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત ઉમેદવારો ભીમ, UPI, નેટ બેન્કિંગ, વિઝા, માસ્ટરકાર્ડ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો (Debit Card) ઉપયોગ કરીને ઓનલાઇન ફી ચૂકવી શકે છે. આ સિવાય એસબીઆઈ શાખાઓમાં એસબીઆઈ ચલણ જનરેટ કરીને પણ ફી ભરી શકાય છે.

મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PWD ઉમેદવારોને ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.ઉમેદવારો આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે કમિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

 

આ પણ વાંચો: UPSCના સફળ ઉમેદવારોને પ્રધાનમંત્રી મોદીએ આપી શુભેચ્છા, નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ !

આ પણ વાંચો: UPSC Result: જાગૃતિ અવસ્થી દેશમાં બીજા ક્રમે અને મહિલાઓમાં પ્રથમ ક્રમે, GATEમાં 51 મો ક્રમ મેળવીને આવી રીતે કરી IASની તૈયારી

Next Article