SSC GD Vacancy: સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સિસમાં હજારો ખાલી જગ્યાઓ પર ભરતી, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી

|

Jul 27, 2021 | 5:39 PM

સ્ટાફ પસંદગી પંચ સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવાના છે. CAPFમાં કોન્સ્ટેબલ, NIA, SSF, અને આસામ રાઇફલ્સમાં રાઈફલમેનની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

SSC GD Vacancy: સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સિસમાં હજારો ખાલી જગ્યાઓ પર ભરતી, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
SSC GD Vacancy

Follow us on

SSC GD Notification 2021: સ્ટાફ પસંદગી પંચ (SSC) સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવાના છે. CAPFમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી અથવા જીડી) NIA, SSF, અને આસામ રાઇફલ્સમાં રાઈફલમેનની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ વખતે 25 હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. આ વખતે કુલ 25,271 ખાલી જગ્યાઓ છે.

જેમાંથી 22,424 પુરુષ કોન્સ્ટેબલ અને 2,847 મહિલા કોન્સ્ટેબલની જગ્યા છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે. જ્યારે ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ – 17 જુલાઈ
ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ – 31 ઓગસ્ટ (રાત્રે 11.30)
ઓનલાઇન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ – 2 સપ્ટેમ્બર (રાત્રે 11.30)
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ – 4 સપ્ટેમ્બર (રાત્રે 11.30)
ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ – 7 સપ્ટેમ્બર

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ખાલી જગ્યાની વિગતો

બીએસએફમાં 7545, સીઆઈએસએફમાં 8464, એસએસબીમાં 3806, આઇટીબીપીમાં 1431, એઆરમાં 3785 અને એસએસએફમાં 240 જગ્યાઓ ખાલી છે. આ વખતે સીઆરપીએફ અને એનઆઈએમાં ખાલી જગ્યા નથી.

લાયકાત: આ ભરતી પરીક્ષા માટે ઉમેદવાર માટે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.

વય મર્યાદા: ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

શારીરિક તંદુરસ્તી:

લંબાઈ

પુરુષ ઉમેદવારો – 170 સે.મી.
મહિલા ઉમેદવારો – 157 સે.મી.

છાતી
પુરુષ ઉમેદવારો – 80 સે.મી. (ફૂલાવીને – 85 સે.મી.)

પગાર: પસંદ થયેલા ઉમેદવારોને પગાર સ્તર -3 (21,700-69,100 રૂપિયા) હેઠળ પગાર આપવામાં આવશે.

 

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

Next Article