Scholarship: CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે નોંધણી શરૂ, અહીં જુઓ સંપૂર્ણ વિગતો

|

Dec 28, 2021 | 11:05 AM

CBSE single girl child scholarship: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા છે.

Scholarship: CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે નોંધણી શરૂ, અહીં જુઓ સંપૂર્ણ વિગતો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

CBSE single girl child scholarship: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમ માટે અ રજી કરવા માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા છે. આ સાથે, 2020માં સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓ માટે CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમની ઓનલાઈન અરજીઓનું નવીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 17, 2022 છે. પાત્રતાની શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો બોર્ડની વેબસાઇટ એટલે કે cbse.gov.in પર અરજી ફોર્મ જોઈ શકે છે.

યોગ્યતાના માપદંડ

  1. સીબીએસઈ આમાં ફક્ત તે જ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જેઓ તેમના માતા-પિતાની સિંગલ ગર્લ ચાઈલ્ડ છે એટલે કે જે છોકરીઓને અન્ય કોઈ ભાઈ કે બહેન નથી.
  2. ધોરણ 10માં અરજદારોની ટ્યુશન ફી દર મહિને રૂ. 1500 થી વધુ ન હોવી જોઈએ. આ સિંગલ ગર્લ ચાઈલ્ડ વિદ્યાર્થીઓએ કોઈપણ
  3. CBSE સંલગ્ન શાળામાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  4. ઉપરાંત, તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે CBSE બોર્ડમાંથી તમારું 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને કોઈપણ CBSE માન્ય શાળાના 11મા કે 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોવ.
  5. આ વિદ્યાર્થીનીઓ જે શાળામાં અભ્યાસ કરે છે તેની ટ્યુશન ફી દર મહિને રૂ. 1500/-થી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે કરવી અરજી

  1. ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીનીઓ નીચેની રીતે અરજી કરી શકે છે.
  2. CBSE cbse.nic.in ની સત્તાવાર સાઇટની મુલાકાત લો.
  3. નીચે સ્ક્રોલ કરો અને હોમ પેજ પર ઉપલબ્ધ શિષ્યવૃત્તિ લિંક પર ક્લિક કરો.
  4. નવા પેજ પર સીબીએસઈ સ્કોલરશિપ સ્કીમ ફોર સિંગલ ગર્લ ચાઈલ્ડ 2020 લિંક પર ક્લિક કરો.
  5. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો, તેને ભરો અને સબમિટ કરો.
  6. ભવિષ્યના ઉપયોગ માટે હાર્ડ કોપીની પ્રિન્ટ આઉટ લો.

સીધી અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

કેટલી શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે?

કન્યાઓને 2 વર્ષ માટે 500 રૂપિયા પ્રતિ માસની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે જે છોકરીઓ પ્રથમ વર્ષમાં આ માટે અરજી કરે છે તેઓએ આગામી વર્ષમાં શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે શિષ્યવૃત્તિનું રિન્યુ કરવું પડશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Next Article