AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Job 2021: સ્ટેટ બેંકમાં ફાયર એન્જિનિયર ઓફિસરના પદ માટે ખાલી જગ્યા, પરીક્ષા વગર મળશે નોકરી

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ (State Bank Of India) વિશેષ કેડર અધિકારી હેઠળ ફાયર એન્જિનિયર અધિકારીની (Fire Engineer Officer) પોસ્ટ્ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

SBI Job 2021: સ્ટેટ બેંકમાં ફાયર એન્જિનિયર ઓફિસરના પદ માટે ખાલી જગ્યા, પરીક્ષા વગર મળશે નોકરી
Fire Engineer Officer Vacancy in State Bank of India
Heena Chauhan
| Edited By: | Updated on: Jun 17, 2021 | 12:06 AM
Share

SBI Job 2021: બેંકમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ (State Bank Of India) વિશેષ કેડર અધિકારી હેઠળ ફાયર એન્જિનિયર અધિકારીની (Fire Engineer Officer) પોસ્ટ્ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ ફાયર એન્જિનિયર પોસ્ટ્ (Fire Engineer in State Bank of India) માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ (SBI Job 2021) પોસ્ટ્ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank Of India)ની ઑફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરી શકે છે. જાહેર કરેલી સૂચના હેઠળ, અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારોને અરજી કરવા માટે 28 જૂન 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ આવેદન કરતા પહેલા ઉમેદવારો સૂચના સત્તાવાર વેબસાઈટ sbi.co.in. પર ચેક કરવું આવશ્યક છે, ફક્ત સૂચનામાં આપેલી વિગતોને ભરીને જ અરજી કરો, કારણ કે જો કોઈ ભૂલ મળી આવે તો અરજી ફોર્મ નામંજૂર કરવામાં આવશે.

આ તારીખો ધ્યાનમાં રાખો

– ઑનલાઇન અરજીની પ્રારંભ તારીખ – 15 જૂન 2021 – અરજી ફોર્મ રજૂ કરવાની છેલ્લી તારીખ – 28 જૂન 2021 – અરજી ફોર્મમાં સુધારણા કરવાની છેલ્લી તારીખ – 28 જૂન 2021 – અરજી ફોર્મ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ – 15 જુલાઈ 2021

લાયકાત

નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC : National Fire Service College), નાગપુરથી બી.ઈ. (ફાયર) અથવા બી.ટેક અથવા બી.ઈ. (Safety and Fire Engineering) અથવા બી.એસ.સી. (ફાયર) હોવા જોઈએ અથવા UGC માન્ય યુનિવર્સિટી અથવા એઆઈસીટીઈ માન્ય યુનિવર્સિટી અથવા યુજીસી માન્ય યુનિવર્સિટી અથવા એઆઈસીટીઈ માન્ય સંસ્થા અથવા ફાયર એન્જિનિયર્સ (Fire Engineers) (ભારત/યુકે)ની ફાયર સેફ્ટીમાં ચાર વર્ષની સમકક્ષ ડિગ્રી અથવા રાષ્ટ્રીય ફાયર સર્વિસ કોલેજ(NFSC : National Fire Service College), નાગપુરથી વિભાગીય અધિકારીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય.

અરજી ફી

સ્ટેટ બેંક દ્વારા જાહેર કરાયેલ જાહેરનામા મુજબ આ (Fire Engineer Officer) જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફી તરીકે રૂ. 750 જમા કરાવવાના રહેશે. અનામતના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઉમેદવારોને અરજી ફીમાં છૂટછાટ આપવામાં આવશે. ડાયરેક્ટ લિંક દ્વારા આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">