ભારતીય સ્ટેટ બેંકમાં ક્લાર્કની બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. એસબીઆઈ ક્લાર્ક 2022 (SBI Clerk 2022) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી 7મી સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. દેશભરમાં એસબીઆઈ ક્લાર્કની જોબ માટે ખાલી જગ્યાઓ છે. જો તમે ગ્રેજ્યુએટ છો અથવા ગ્રેજ્યુએશનના ફાઈનલ વર્ષમાં છો તો તમારી પાસે આ સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. એપ્લીકેશન ફોર્મ sbi.co.in પર ઉપલબ્ધ છે. એસબીઆઈ ક્લાર્ક નોટિફિકેશન 2022 (SBI Clerk Notification 2022) સહિત આ બેંકની જોબની સંપૂર્ણ ડિટેલ્સ આપવામાં આવી છે. અહીં વાંચો.
એસબીઆઈ ક્લાર્ક રિક્રુટમેન્ટ 2022 ભરતી પ્રક્રિયામાં હાજર થવા માટે ઉમેદવારોએ યુજીસી અથવા એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષનું પરિણામ આવવાનું છે તે પણ એપ્લાય કરી શકે છે.
સ્ટેટ બેંકમાં ક્લાર્ક બનવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ (જનરલ કેટેગરી માટે) હોવી જોઈએ. અનામત વર્ગ માટે મહત્તમ વય મર્યાદા નીચે મુજબ છે-
તમે એસબીઆઈ કરિયર વેબસાઈટ sbi.co.in પર જઈને કલાર્કની જોબ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. અરજીઓ 7મી સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 27 સપ્ટેમ્બર 2022 સુધી ફોર્મ ભરી શકે છે. જનરલ, ઈડબ્લયુએસ અને ઓબીસી માટે એપ્લીકેશન ફી રૂ 750 છે. તે બીજા બધા માટે મફત છે. જો અરજી કરવામાં કોઈ સમસ્યા હોય તો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 022-22820427 પર સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.
એસબીઆઈમાં ક્લાર્કની જોબ એટલે કે જુનિયર એસોસિએટ બનવા માટે તમારે બે તબક્કામાં પરીક્ષા પાસ કરવી પડશે – એસબીઆઈ ક્લાર્ક પ્રિલિમ્સ અને મેન્સ. જનરલ/ફાઈનાન્સિયલ અવેરનેસ, જનરલ ઈંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા 2 કલાક 40 મિનિટની હશે જેમાં 200 ગુણ માટે 190 પ્રશ્નો પૂછવામાં આવશે.