મહિલાઓ માટે ખુશખબર…સરકારી જોબમાં મહિલાઓ માટે વધી ‘રજાઓ’, તમે પણ જાણો કઈ રજાનો થાય છે સમાવેશ

|

Jan 18, 2023 | 1:01 PM

Central Govt Jobsમાં મહિલાઓ માટે રજાઓ લંબાવવામાં આવી છે. ભૂતકાળમાં સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા હતા, જેના વિશે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે. જાણો કઈ છે આ નવી રજાઓ?

મહિલાઓ માટે ખુશખબર...સરકારી જોબમાં મહિલાઓ માટે વધી રજાઓ, તમે પણ જાણો કઈ રજાનો થાય છે સમાવેશ
Sarkari Naukri

Follow us on

જો તમે મહિલા છો અને કેન્દ્ર સરકારની નોકરીમાં છો અથવા Central Government Jobની તૈયારી કરી રહ્યાં છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. તમે કદાચ આનાથી વાકેફ હશો. પરંતુ જો નથી ખબર તો તે ચોક્કસપણે વાંચો. તમારા માટે સારા સમાચાર છે. ભારત સરકારે ભૂતકાળમાં તમારા હિતમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે. તે તમારી રજાઓ વિશે છે. Sarkari Naukriમાં મહિલાઓ માટે રજાઓ વધારી દેવામાં આવી છે. આ માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.

નવી રજાઓની સંપૂર્ણ સૂચિ નીચે આપેલી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે તેમની નોકરીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે નક્કર પ્રયાસો કર્યા છે. તેમને વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં વર્ક લાઈફ બેલેન્સ (Work Life Balance) આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) તેનો અમલ કરી રહ્યું છે.

આ પણ વાંચોનેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો, ગુજરાતમાં દારૂ પીનારી મહિલાઓનું પ્રમાણ વધ્યુ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Sarkari Jobમાં મહિલાઓ માટે રજા

અહીં તે ખાસ રજાઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે. જેના માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. પહેલેથી ચાલી રહેલી રજાઓનો અહીં કોઈ ઉલ્લેખ નથી (જેમ કે 6 મહિનાની પ્રસૂતિ રજા વગેરે).

  1. વિશેષ પ્રસૂતિ રજા : કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી Jitendra Singhએ કહ્યું કે, સરકારે તે કેન્દ્રીય મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા (Special Maternity Leave) આપવાનો નિર્ણય કર્યો છે, જેમના બાળકના જન્મ પછી અથવા કસુવાવડ પછી મૃત્યુ થાય છે. તેમના કારણે સંભવિત માનસિક તણાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
  2. બાળ સંભાળ રજા : જીતેન્દ્ર સિંહે કહ્યું કે, બાળ સંભાળ માટે 730-દિવસની CCL રજા ચાલુ રાખવા સિવાય, કેટલાક નવા પગલાં પણ લેવામાં આવ્યા છે. જેમાં ચાઈલ્ડ કેર લીવ દરમિયાન મહિલા કામદારોને રાહતદરે મુસાફરીની પરવાનગીનો સમાવેશ થાય છે. કર્મચારીઓ યોગ્ય સત્તાધિકારીની પૂર્વ પરવાનગી સાથે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકે છે.
  3. જાતીય સતામણીના કેસમાં રજા : જો Sexual Harassmentના કેસની તપાસ ચાલી રહી હોય તો આ સમયગાળા દરમિયાન વિશેષ રજાની જોગવાઈ કરવામાં આવી છે. પીડિત સરકારી મહિલા કર્મચારી 90 દિવસ સુધીની રજા લઈ શકે છે. આ રજા પૂછપરછના એટલે કે તપાસના સમયગાળા દરમિયાન આપવામાં આવશે અને અન્ય રજામાંથી કપાત કરવામાં આવશે નહીં.

આ સિવાય કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ગત વર્ષે 1 જુલાઈથી બાળકોની દેખભાળ માટે વિકલાંગ મહિલા કર્મચારીઓને દર મહિને 3000 રૂપિયાનું વિશેષ ભથ્થું આપવામાં આવી રહ્યું છે.

(ઇનપુટ ભાષા)

Next Article