AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkari Naukri : સરકારી નોકરી શોધી રહ્યા છો? સરકાર આ પોસ્ટ માટે 55 જગ્યાઓ ભરી રહી છે, જાણો વેકેન્સી ડિટેઈલ્સ અને આ રીતે કરો અરજી

આ ભરતી અભિયાન હેઠળ કુલ 55 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે છેલ્લી ક્ષણે અરજી કરો છો, તો કોઈ પ્રકારની સમસ્યા આવી શકે છે.

Sarkari Naukri : સરકારી નોકરી શોધી રહ્યા છો? સરકાર આ પોસ્ટ માટે 55 જગ્યાઓ ભરી રહી છે, જાણો વેકેન્સી ડિટેઈલ્સ અને આ રીતે કરો અરજી
સરકારી નોકરી માટે વેકેન્સી નીકળી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 8:15 AM
Share

UPPSC Recruitment 2022 : ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. યુપીપીએસસીએ માઇન્સ ઇન્સ્પેકટરની જગ્યાઓની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોએ છેલ્લી તારીખી રાહ જોયા વગર વહેલી તકે અરજી કરવી જોઈએ. ભરતી માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ જગ્યાઓની ભરતી માટે અરજીઓ ઓનલાઈન કરવાની છે. તમે કમિશનની વેબસાઇટ uppsc.up.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. UPPSC માઈન્સ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2022 છે. જો કે અરજી ફોર્મ 1 જુલાઈ સુધી જ સબમિટ કરી શકાશે. સરકારી નોકરી (Sarkari Naukri) શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે.

આ ભરતી અભિયાન હેઠળ કુલ 55 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે છેલ્લી ક્ષણે અરજી કરો છો, તો કોઈ પ્રકારની સમસ્યા આવી શકે છે. જોકે, છેલ્લી તારીખ લંબાવવામાં આવે તેવી પણ શક્યતા છે.જેની માહિતી કમિશન દ્વારા અપડેટ કરવામાં આવશે.આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ AICTE માન્ય સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતો માટે નોટિફિકેશન જુઓ.

તમને કેટલો પગાર મળશે

ઇન્સપેક્ટરને પે મેટ્રિક્સ લેવલ-7- 44,900 1,42,400/- પગાર મળશે. જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ, તો તે ઓછામાં ઓછી 21 વર્ષ અને મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ. બિન આરક્ષિત EWS માટે અરજી ફી રૂ. 100 છે જ્યારે SC/ST ઉમેદવારોએ રૂ.25, ભૂતપૂર્વ સૈનિકોએ રૂ.40 ચૂકવવા પડશે. બીજી તરફ વિકલાંગોને ફીમાં મુક્તિ આપવામાં આવી છે.

UPPSC Job Bharti 2022 Notification વાંચવા માટે અહીં ક્લિક કરો

ટાટા મોટર્સ આ વર્ષે બમ્પર નોકરીઓ આપશે

ટાટા મોટર્સ (Tata Motors) વર્તમાન નાણાકીય વર્ષમાં વર્તમાન કર્મચારીઓના કૌશલ્ય વિકાસ (Skill Development) તેમજ નવી ભરતી દ્વારા તેની સંશોધન અને વિકાસ (R&D) ક્ષમતાઓને મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના ટોચના અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ કવાયતનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle)શ્રેણી સહિત વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં કાર્યક્ષમતા વધારવાનો છે. કંપની બેટરી પેક અને વાહન (Vehicles) ડિઝાઇનના સંદર્ભમાં ઇવી કેટેગરીમાં તેની કુશળતા વધારવા માંગે છે.

વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">