SAIL Trainee Recruitment 2022 : સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 200 ટ્રેઇની પોસ્ટ માટે ભરતી કરશે, જણીઓ વેકેન્સીની સંપૂર્ણ માહિતી

|

Aug 03, 2022 | 8:42 AM

તાલીમાર્થીની જગ્યા પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પાત્ર ઉમેદવારોએ નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.

SAIL Trainee Recruitment 2022 : સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 200 ટ્રેઇની પોસ્ટ માટે ભરતી કરશે, જણીઓ વેકેન્સીની સંપૂર્ણ માહિતી
SAIL Trainee Recruitment 2022

Follow us on

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(Steel Authority of India -SAIL )એ ટ્રેઇની પોસ્ટ(SAIL Trainee Recruitment 2022) માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ ભરવા માટે જોબ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે. SAIL ની ભરતી માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ igh.sailrsp.co.in ની મુલાકાત લેવાની રહેશે. જ્યાં અરજી ફોર્મ ભરવાની તમામ માહિતી આપવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે.

SAIL Trainee Recruitment 2022 માટે શૈક્ષણિક લાયકાત

SAIL ટ્રેઈનીની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને ભરતી નોટિફિકેશન વાંચવું જોઈએ. અરજી કરતા પહેલા કૃપા કરીને તમારી યોગ્યતા તપાસો અન્યથા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં. 5 ઓગસ્ટથી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ઉમેદવારો પાસે હજુ ઘણો સમય છે.

SAIL Trainee Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

તાલીમાર્થીની જગ્યા પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પાત્ર ઉમેદવારોએ નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યુના સ્થળ, સમય અને તારીખ સંબંધિત માહિતી ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. આ સાથે, ઇન્ટરવ્યુ શેડ્યૂલ પણ કંપનીની વેબસાઇટ પર જાહર થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

SAIL Trainee Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • વેબસાઇટ igh.sailrsp.co.in ની મુલાકાત લો.
  •  નવી લિંક પર ક્લિક કરો.
  • આગલા પૃષ્ઠ પર, બે વિકલ્પો ઉપલબ્ધ હશે – ઓનલાઈન અરજી ફોર્મ અને બીજો અરજી ફોર્મ સબમિટ કરવા માટે.
  • નોંધણી પછી તમારા ID વડે લોગિન કરો અને અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • એપ્લિકેશન સબમિટ કર્યા પછી, તમે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.
  • ધ્યાનમાં રાખો કે અધૂરું અરજી ફોર્મ નકારવામાં આવશે.

વેકેન્સીની  વિગતો

  • મેડિકલ એટેન્ડન્ટ ટ્રેનિંગ: 100 પોસ્ટ્સ
  • ક્રિટિકલ કેર નર્સિંગ ટ્રેનિંગ: 20 પોસ્ટ્સ
  • એડવાન્સ્ડ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ ટ્રેનિંગ (ASNT): 40 પોસ્ટ્સ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર/મેડીકલ ટ્રાન્સક્રિપ્શન ટ્રેનિંગ: 6 જગ્યાઓ
  • મેડિકલ લેબ/ટેકનિશિયન ટ્રેનિંગ: 10 પોસ્ટ્સ
  • હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ટ્રેનિંગ: 10 પોસ્ટ્સ
  • OT/એનેસ્થેસિયા સહાયક ટ્રેનિંગ: 5 જગ્યાઓ
  • અદ્યતન ફિઝિયોથેરાપી ટ્રેનિંગ: 3 જગ્યાઓ
  • રેડિયોગ્રાફર ટ્રેનિંગ: 3 પોસ્ટ્સ
  • ફાર્માસિસ્ટ ટ્રેનિંગ: 3 પોસ્ટ્સ

Published On - 8:41 am, Wed, 3 August 22

Next Article