RRB, Railway Jobs: 10 પાસ માટે અઢળક નોકરીની તકો, પરીક્ષા વિના નોકરી મળશે, આવતીકાલે અરજી કરવાની છેલ્લી તારીખ છે

|

Apr 03, 2021 | 3:46 PM

RRB Recruitment 2021: આવતીકાલે ટ્રેડ એપ્રેન્ટિસની 480 જગ્યાઓની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. રસ ધરાવતા લોકોએ વહેલી તકે અરજી કરે

RRB, Railway Jobs: 10 પાસ માટે અઢળક નોકરીની તકો, પરીક્ષા વિના નોકરી મળશે, આવતીકાલે અરજી કરવાની છેલ્લી તારીખ છે
રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નોકરીની જાહેરાત

Follow us on

સરકારી નોકરી (Sarkari Naukri 2021)ની શોધતા લોકો માટે રેલ્વેમાં ઘણી જગ્યાઓ માટે નોકરીની તકો. ઉત્તર મધ્ય રેલ્વે (North Central Railway, NRC)દ્વારા જાહેરકરેલ ટ્રેડ એપ્રેન્ટિસની 480 જગ્યાઓની ભરતી માટે અરજી કરવાની કાલે છેલ્લી તારીખ છે. આ જગ્યાઓ ફિટર (ગેસ અને ઇલેક્ટ્રિક), મિકેનિક (DSL),સુથાર ઇલેક્ટ્રિક માટે રહેશે. આ ખાલી જગ્યાની વિશેષ બાબત એ છે કે આ માટે કોઈ પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ નહીં હોય. આ ભરતી દસમા ધોરણ અને આઈટીઆઈના ગુણના આધારે થશે. આ ગુણના આધારે મેરીટલીસ્ટ બનાવવામાં આવશે. આ મેરીટલીસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો Mponline.gov.in ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરો. અરજી કરતા પહેલા ઉમેદવારએ apprenticeshipindia.org પર રજીસ્ટર હોવુ જોઈએ

પોસ્ટ્સની કુલ સંખ્યા
480 પોસ્ટ્સ

લાયકાત
ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી 50% માર્કસ સાથે 10 માં પાસ થવું જરૂરી છે. આ સાથે, આઈટીઆઈ (ITI)નું પ્રમાણપત્ર હોવું જોઈએ.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વય મર્યાદા
આ પોસ્ટ્સ પર અરજી કરતા ઉમેદવારોની વય 15 વર્ષથી વધુ અને વય 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. વયની ગણતરી 5 માર્ચ 2021 થી નક્કી કરવામાં આવશે. જણાવી દઈએ કે મહત્તમ વયમર્યાદામાં ઓબીસી કેટેગરી માટે 3 વર્ષ, એસસી / એસટી વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષ અને દિવ્યાંગ લોકોને ૧૦ વર્ષ છૂટ આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી
ઉત્તર મધ્ય રેલ્વે (North Central Railway, NRC) દ્વારા જારી કરાયેલ ટ્રેડ એપ્રેન્ટિસ(Trade Apprentice)ની 480 જગ્યાઓ માટે અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ mponline.gov.in ની મુલાકાત લો આ પછી હોમ પેજ પર નોંધણી માટેની લિંક પર ક્લિક કરો. નોંધણી પછી આવેદનપત્ર ભરી શકાય છે. એપ્લિકેશન સૂચના કાળજીપૂર્વક વાંચો. આવેદનપત્રમાં કોઈ ભૂલ થાય તો ફોર્મ નામંજૂર કરવામાં આવશે.

 

Next Article