AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યુ “પરીક્ષા રદ કરવામાં આવશે નહીં”

સુપ્રીમ કોર્ટે મેડિકલ અને ડેન્ટલ એન્ટ્રન્સ એક્ઝામ NEET 2021 ને રદ્દ કરવાની અને ફરી પરીક્ષા યોજવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે.

NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યુ પરીક્ષા રદ કરવામાં આવશે નહીં
Supreme Court (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 3:19 PM
Share

NEET Exam 2021 : સુપ્રીમ કોર્ટે 4 ઓક્ટોબરના રોજ એક અરજી (Petition) પર સુનાવણી કરી હતી, જેમાં 12 સપ્ટેમ્બરે યોજાયેલી NEET-UG 2021 ને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ NEET પરીક્ષા રદ કરતી અરજી ફગાવી

NEET UG 2021 ને રદ કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ મામલાની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, ” જેમાં 7.5 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તે પરીક્ષા રદ ન થઈ શકે. આ પરીક્ષા સ્થાનિક સ્તરે નહીં પણ રાષ્ટ્રીય સ્તરે(National Level)  લેવામાં આવી હતી.” વધુમાં બેન્ચે જણાવ્યું હતું કે, “નકલી ઉમેદવારોને સામેલ કરવા અને પેપરો લીક કરવાની કથિત ઘટનાઓ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે નહીં.”

અરજી કરનારને ગણાવ્યો હિંમતવાન

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની ખંડપીઠે જણાવ્યું હતું કે “આ પરીક્ષામાં ઉપસ્થિત થયેલા લાખો વિદ્યાર્થીઓ માટે પેપર લીકની ઘટનાઓ નુકશાન પહોંચાડી શકે નહિ,તે માટે અરજી કરનારને હિંમતવાન ગણાવ્યો હતો”

ઘણા દિવસોથી પરીક્ષા રદ્દ કરવાની માંગ ઉઠી હતી

NEET 2021 ની પરીક્ષા રદ કરવા અંગે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. કથિત પેપર લીક મામલે NEET UG પરીક્ષાના ઈચ્છુક ઉમેદવારોએ ફરી પરીક્ષાની માંગણી સાથે એક અરજી દાખલ કરી હતી. NEET 2021 રદ્દ કરવાની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પરીક્ષા રદ કરવામાં આવશે નહીં અને પુન:પરીક્ષા અથવા તેનાથી સંબંધિત કોઈપણ અરજી પર વિચારણા કરવામાં આવશે નહીં.

અરજીમાં શું માંગ કરવામાં આવી હતી ?

આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, 12 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવેલી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2021 માં પેપર લીકના કથિત કેસોને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવે. તેમજ શિક્ષણ મંત્રાલય, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી અને નેશનલ મેડિકલ કમિશનને (National Medical Commission) ફરીથી પરીક્ષા લેવા માટે નિર્દશ કરવામાં આવે.

આ પણ વાંચો : UPSC Success Story: યશ જલુકા બન્યા પ્રથમ પ્રયાસમાં IAS ટોપર, જાણો તેમની સફળતાનો મંત્ર

આ પણ વાંચો :  SSB Recruitment 2021:‌ સશસ્ત્ર સીમા બળમાં આ પદ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">