AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pariksha Pe Charcha 2022: ‘પરીક્ષા પે ચર્ચા’ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

Pariksha Pe Charcha 2022: 'પરીક્ષા પે ચર્ચા' 2022 કાર્યક્રમ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2022 છે.

Pariksha Pe Charcha 2022: 'પરીક્ષા પે ચર્ચા' માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી
PM Modi PPC 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 11:03 AM
Share

Pariksha Pe Charcha 2022: ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે, 20 જાન્યુઆરી 2022 છે. આવી સ્થિતિમાં ધોરણ 9 થી 12 સુધી, જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ- mygov.in પર જઈને (Pariksha pe charcha Registration 2022) નોંધણી કરાવી શકે છે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકો પણ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનો ભાગ બની શકે છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે મળીને બોર્ડની પરીક્ષાઓને કારણે તણાવ ઓછો કરવાની ટિપ્સ આપે છે. PM નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે, જેની જાહેરાત તેમણે મન કી બાતમાં કરી હતી.

પીએમ મોદીએ પોતે થોડા સમય પહેલા એક ટ્વિટ દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ ધરાવતા વાલીઓ અને શિક્ષકોને અપીલ કરી હતી. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા MyGov વેબસાઇટ પર ‘પરીક્ષા પે ચર્ચા 2022’ વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે.

વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઈતિહાસ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શાળા, સ્વચ્છ ભારત ગ્રીન ઈન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.

શિક્ષકો માટેના વિષયોમાં ‘નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’, ‘કોવિડ રોગચાળો: તકો અને પડકારો’નો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે ‘બેટી પઢાવો દેશ બચાવો’, ‘લોકલ ટુ ગ્લોબલઃ વોકલ ફોર લોકલ’ અને ‘લાઇફલોંગ સ્ટુડન્ટ’ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે.

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">