ભારતીય સેનાની વેટરનરી કોર્પ્સમાં અધિકારી બનવાની તક, તરત જ કરો અરજી

|

Sep 27, 2021 | 4:30 PM

વેટરનરી સ્નાતકો માટે ભારતીય સેનાની રિમાઉન્ટ વેટરનરી કોર્પ્સમાં અધિકારી બનવાની તક સામે આવી છે.

ભારતીય સેનાની વેટરનરી કોર્પ્સમાં અધિકારી બનવાની તક, તરત જ કરો અરજી
ફાઈલ ફોટો

Follow us on

વેટરનરી સ્નાતકો માટે ભારતીય સેનાની રિમાઉન્ટ વેટરનરી કોર્પ્સમાં અધિકારી બનવાની તક છે. ભારતીય સેનાએ આ માટે ભરતી કરી રહિ છે. લશ્કરની રિમાઉન્ટ વેટરનરી કોર્પ્સમાં ભરતી પર શોર્ટ સર્વિસ કમિશન ઉપલબ્ધ થશે. આ માટેની અરજી ઓફલાઈન કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2021 છે. ભારતીય સેનાએ તેની વેબસાઈટ joinindianarmy.nic.in પર નોટિફિકેશન બહાર પાડ્યું છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી સૂચનામાંથી મેળવી શકાય છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 21 થી 23 વર્ષ હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત

BVSc/BVSc અને AH ડિગ્રી સ્નાતક હોવી જોઈએ. ઉપરાંત, ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારે અરજી સમયે લાયકાત પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરેલી હોવી જોઈએ.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પસંદગી પ્રક્રિયા

સૌથી પહેલા અરજી ફોર્મ ડાયરેક્ટોરેટ જનરલ રિમાઉન્ટ વેટરનરી સર્વિસ, ઈન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ કરેલી અરજીઓ ડિરેક્ટોરેટ જનરલ ભરતીને મોકલવામાં આવશે. હવે SSB ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. SSB ઇન્ટરવ્યૂ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની મેરીટ યાદી બહાર પાડવામાં આવશે. અંતિમ પસંદગી માત્ર યોગ્યતાના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

ઉમેદવારોએ નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. તમે તેને ભારતીય સેનાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તે ભરતી સૂચના સાથે જોડાયેલ છે. ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો મોકલો. કૃપા કરીને પરબિડીયા પર application of short service commission in rvc લખો.

અરજી ફોર્મ મોકલવા માટેનું સરનામું

  • ડિરેક્ટોરેટ જનરલ રિમાઉન્ટ વેટરનરી સર્વિસ (RV-1)
  • QMG શાખા, સંકલિત મુખ્યાલય, સંરક્ષણ મંત્રાલય (આર્મી)
  • વેસ્ટ બ્લોક -3, ગ્રાઉન્ડ ફ્લોર, વિંગ નં -04
  • આર કે પુરમ, નવી દિલ્હી – 11066

 

આ પણ વાંચો: Ayushman Bahart Digital Mission: આજથી આયુષ્યમાન ભારત ડિજિટલનો પ્રારંભ, હવે તમામ નાગરિકોના મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત,સાથે વધશે સારવારની સુવિધા: PM મોદી

Next Article