AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTA CMAT Exam 2022: CMAT રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આજે, જલ્દી કરો અરજી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આજે એટલે કે 17 માર્ચે CMAT રજીસ્ટ્રેશન વિન્ડો બંધ કરશે. જે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તેઓ આજે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકે છે.

NTA CMAT Exam 2022: CMAT રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આજે, જલ્દી કરો અરજી
NTA CMAT Exam 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 3:56 PM
Share

NTA CMAT Exam 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આજે એટલે કે 17 માર્ચે CMAT નોંધણી (CMAT Exam Registration 2022) વિન્ડો બંધ કરશે. જે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તેઓ આજે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકે છે. CMAT 2022 માટે નોંધણી કરાવનારને સત્તાવાર વેબસાઇટ – cmat.nta.nic.in ની મુલાકાત લેવાની રહેશે. અરજીઓ ઓનલાઈન કરવામાં આવશે. CMAT 2022 નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અરજદારોએ 2000 રૂપિયા (પુરુષ) (CMAT Application Fees 2022), અને 1000 રૂપિયા (મહિલા ઉમેદવારો) 18 માર્ચ 2022 ના રોજ બપોરે 11:50 વાગ્યા સુધીમાં ચૂકવવાના રહેશે. CMAT રજીસ્ટ્રેશન 2022 કરતા પહેલા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CMAT પાત્રતા માપદંડ તપાસે અને પાત્રતા માપદંડને પૂર્ણ કર્યા પછી જ નોંધણી કરે.

CMAT પરીક્ષા 9 એપ્રિલે બપોરે 3:00 PM થી 6:00 PM દરમિયાન લેવામાં આવશે. NTA એ ગયા વર્ષે એક જ શિફ્ટમાં CMAT 2022 પરીક્ષા યોજી હતી. CMAT પ્રવેશ પરીક્ષાનો મોડ કોમ્પ્યુટર આધારિત (CBT) છે. CMAT પેપર પેટર્ન મુજબ, પ્રશ્નપત્રમાં કુલ 100 પ્રશ્નો હશે જેનો કુલ સમયગાળો 180 મિનિટનો છે. ક્વોન્ટિટેટિવ ​​ટેક્નિક અને ડેટા ઇન્ટરપ્રિટેશન, લેંગ્વેજ કોમ્પ્રીહેન્સન, લોજિકલ રિઝનિંગ, જનરલ અવેરનેસ અને ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક સાચા જવાબ માટે ઉમેદવારોને 4 ગુણ મળશે. CMAT પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સ્કીમ લાગુ કરવામાં આવે છે.

આ રીતે કરો રજીસ્ટ્રેશન

CMATની સત્તાવાર વેબસાઇટ cmat.nta.nic.in પર જાઓ. ‘Apply for CMAT 2022’ ટેબ પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે. ઉમેદવારોએ તેમની તમામ વિગતો અહીં નવા ઉમેદવાર નોંધણી ટેબ હેઠળ પ્રદાન કરવાની રહેશે. તમારું લોગિન આઈડી અને પાસવર્ડ જનરેટ થશે. ઉમેદવારોએ ફરીથી લોગિન કરવું પડશે અને CMAT 2022 રજીસ્ટ્રેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો દાખલ કરવી પડશે. બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. CMAT એપ્લિકેશન ફી 2022 ચૂકવો. CMAT 2022 એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સમગ્ર ભારતમાં લગભગ 124 શહેરોમાં કમ્પ્યુટર આધારિત મોડમાં પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક પૂર્ણ કર્યું છે તેઓ CMAT પરીક્ષા 2022 માટે અરજી કરવા પાત્ર છે. જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે તેઓ પણ CMAT અરજી ફોર્મ 2022 ભરવા માટે પાત્ર છે.

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

g clip-path="url(#clip0_868_265)">