AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIOS admission 2021-22: NIOS ઑક્ટોબર 2022 પરીક્ષા માટે કરો અરજી, nios.ac.in પર કરો રજિસ્ટ્રેશન

NIOS class 10th 12th admission 2021-22: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) ધોરણ 10, 12 અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

NIOS admission 2021-22: NIOS ઑક્ટોબર 2022 પરીક્ષા માટે કરો અરજી, nios.ac.in પર કરો રજિસ્ટ્રેશન
NIOS admission 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 4:11 PM
Share

NIOS class 10th 12th admission 2021-22: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) ધોરણ 10, 12 અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રવેશ પ્રક્રિયા NIOS ઓક્ટોબર 2022 ની પરીક્ષાઓ માટે શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ NIOS ઑક્ટોબર 2022 ની પરીક્ષામાં બેસવા માગે છે તેઓ અધિકૃત વેબસાઇટ nios.ac.in પર જઈને પ્રવેશ માટે અરજી ફોર્મ/પરીક્ષા ફોર્મ ભરી શકે છે.

સેકન્ડરી, સિનિયર સેકન્ડરી અને વોકેશનલ કોર્સ ઓક્ટોબર 2022ની પરીક્ષા માટે NIOS એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે. આ તારીખ સુધી તમે લેટ ફી વિના અરજી કરી શકો છો. તે પછી તમારે લેટ ફી ચૂકવવી પડશે. NIOS ધોરણ 10, 12 નું એડમિશન ફોર્મ લેટ ફી સાથે ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2022 રહેશે.

NIOS Exam fees: કેટલી લેટ ફી લેવામાં આવશે

31 જાન્યુઆરી 2022 પછી જો તમે 01 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરો છો, તો તમારે 200 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો તમે 16 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2022 વચ્ચે અરજી કરો છો, તો તમારે લેટ ફી તરીકે 400 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. જો તમે 01 માર્ચથી 15 માર્ચ 2022 વચ્ચે અરજી ફોર્મ ભરશો, તો તમારે 700 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. NIOS વોકેશનલ કોર્સમાં પ્રવેશ માટે અરજી કરવાની તારીખ 01 ડિસેમ્બર 2021 થી 31 ડિસેમ્બર 2021 છે. લેટ ફી સાથે અરજી કરવાનો કોઈ વિકલ્પ નથી.

NIOS Exams 2022: કેવી રીતે નોંધણી કરવી

nios.ac.in પર NIOS ની વેબસાઇટની મુલાકાત લો. એડમિશન માટેની લિંક હોમ પેજની ડાબી બાજુએ દેખાશે, તેના પર ક્લિક કરો. NIOS એડમિશનનું પેજ ખુલશે. અહીં પરીક્ષાનું નામ પસંદ કરો (દા.ત. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે વર્ગ 10, વર્ગ 12 અથવા વ્યાવસાયિક શિક્ષણ અભ્યાસક્રમમાં પ્રવેશ). લિંક પર ક્લિક કરવાથી, નોંધણી માટેનું પેજ ખુલશે. વિનંતી કરેલી બધી માહિતી યોગ્ય રીતે ભરીને નોંધણી કરો અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરો. NIOS પરીક્ષા ઓક્ટોબર 2022 માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે. ફીની ચુકવણી પણ ઓનલાઈન કરવાની રહેશે.

આ પણ વાંચો:  NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

આ પણ વાંચો: Railway Jobs: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી કરવામાં આવશે, જુઓ નોટિફિકેશન અને વિગતો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">