NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની ઉતમ તક, જાણો કેવી રીતે અરજી કરવી

|

May 02, 2021 | 2:05 PM

NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) તરફથી જાહેરનામું જાહેર કરેલ, સાથે પોસ્ટ માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ Nhai.gov.in પર જવું પડશે.

NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની ઉતમ તક, જાણો કેવી રીતે અરજી કરવી
ફાઇલ ફોટો

Follow us on

NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) એ સરકારી નોકરી મેળવનારા યુવાનોને રાહત આપવાનું કામ કર્યું છે. 41 ડેપ્યુટી મેનેજર (ટેકનિકલ) જગ્યાઓની ભરતી માટે એનએચએઆઈ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ (NHAI Recruitment 2021) માં રુચિ અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ Nhai.gov.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ડેપ્યુટી મેનેજર (ટેકનિકલ) ની જગ્યા પર ભરતી માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ માટે અરજી કરતા ઉમેદવારોએ (NHAI Recruitment 2021) સત્તાવાર વેબસાઇટ Nhai.gov.in પર જવું પડશે. અરજી કરવા માટે આપવામાં આવેલી વિગતો સંપૂર્ણ વાંચવી પડશે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2021 નક્કી કરવામાં આવી છે. અરજીની તારીખ વીતી ગયા પછી કોઈપણ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

લાયકાત અને વય મર્યાદા
જાહેર કરેલા જાહેરનામા મુજબ આ જગ્યાઓ પર અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. આ પોસ્ટ્સ માટેની વયમર્યાદા વિશે વાત કરીએતો અરજદારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. આ જાહેરનામા મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અરજી કરવાની રીત 
આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ nhai.gov.in ની મુલાકાત લેવી જોઈએ.
વેબસાઇટના હોમ પેજ પર About NHAI પર ક્લિક કરો.
તેમાં Vacancies પર ક્લિક કરો.
ત્યારબાદ Current પર ક્લિક કરો.
અહીં ‘Advertisement for the post of Dy. Manager (Technical)’ ની લિંક પર ક્લિક કરો.
હવે Apply Now પર જાઓ.
અહીં Registration પછી અરજી ફોર્મ ભરી શકાશે.

પસંદગી પ્રક્રિયા
આ પદ માટેના ઉમેદવારોની પસંદગી ગેટ સ્કોરના (GATE Score) આધારે કરવામાં આવશે. તે જ સમયે, શિક્ષણની લાયકાત સહિત પસંદગી પ્રક્રિયા વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

 

Next Article