NEET UG PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે કહ્યું, NEETમાં OBC અનામત આપવાનો નિર્ણય યોગ્ય

|

Jan 20, 2022 | 11:57 AM

NEET UG PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષામાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામતને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, PG અને UG ઓલ ઈન્ડિયા ક્વોટામાં 27% OBC અનામત બંધારણીય રીતે માન્ય રહેશે.

NEET UG PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે કહ્યું, NEETમાં OBC અનામત આપવાનો નિર્ણય યોગ્ય
Supreme Court (ફાઈલ ફોટો)

Follow us on

NEET UG PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષામાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામતને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, PG અને UG ઓલ ઈન્ડિયા ક્વોટામાં 27% OBC અનામત બંધારણીય રીતે માન્ય રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રને અનામત આપતા પહેલા આ કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી. NEETમાં OBC અનામત આપવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની સ્પેશિયલ બેન્ચે AIQ UG અને PG મેડિકલ સીટોમાં 27 ટકા OBC આરક્ષણ (NEET OBC Reservation) લાગુ કરવાના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે, મેરિટની સાથે અનામત (NEET Reservation Rules) પણ આપી શકાય છે, તે વિરોધાભાસી નથી. તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત અને મેરિટ એકબીજાની વિરુદ્ધ નથી, સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોર્ટે EWS કેટેગરીમાં આઠ લાખ વાર્ષિક આવકના સ્કેલને જાળવી રાખીને વર્તમાન સત્ર માટે કાઉન્સેલિંગની મંજૂરી આપી છે. EWS ક્વોટા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યા પછી કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવાની માંગ કરી હતી.

કાઉન્સેલિંગ ચાલુ છે

AIQ સીટો માટે NEET PG કાઉન્સેલિંગ ચાલુ છે. જ્યારે રાઉન્ડ 1 સામે રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ સમાપ્ત થઈ ગયું છે, NEET PG કાઉન્સેલિંગ રાઉન્ડ 1નું પરિણામ (NEET PG Counselling Result) હજુ જાહેર થવાનું બાકી છે. જે 22 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. NEET PG પરીક્ષા 11 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ યોજાઈ હતી. તે પહેલા જાન્યુઆરી અને એપ્રિલમાં બે વખત પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દેશભરની વિવિધ મેડિકલ કોલેજોના નિવાસી ડોકટરોએ વહેલી કાઉન્સેલિંગ પ્રક્રિયાની માંગણી સાથે ગયા મહિને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને કામનો બહિષ્કાર કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કાઉન્સેલિંગમાં આરક્ષણ માટેના નિયમો

NEET PG 2021 કાઉન્સિલિંગમાં, SC માટે 15 ટકા બેઠકો, ST માટે 7.5 ટકા, OBC (NCL) માટે 27 ટકા (સેન્ટ્રલ OBC યાદી મુજબ), EWS માટે 10 ટકા આરક્ષણ, વિવિધ વિકલાંગ વર્ગ માટે 5 ટકા અનામત હશે. ફરક એ છે કે, અગાઉ OBC અને EWS અનામત માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં જ હતી, પરંતુ આ વખતે તેને રાજ્યની બેઠકો પર પણ લાગુ કરવામાં આવી રહી છે.

 

Next Article