NEET UG 2021: સુપ્રીમ કોર્ટે OCI કાર્ડ ધારકને સામાન્ય શ્રેણી હેઠળ કાઉન્સિલિંગમાં ભાગ લેવાની આપી મંજૂરી

NEET UG 2021: સુપ્રીમ કોર્ટે તમામ સમાન રીતે સ્થિત OCI ઉમેદવારોને 2021-22 માટે સામાન્ય શ્રેણીના કાઉન્સિલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.

NEET UG 2021: સુપ્રીમ કોર્ટે OCI કાર્ડ ધારકને સામાન્ય શ્રેણી હેઠળ કાઉન્સિલિંગમાં ભાગ લેવાની આપી મંજૂરી
Supreme Court ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 4:36 PM

NEET UG 2021: સુપ્રીમ કોર્ટે તમામ સમાન રીતે સ્થિત OCI (Overseas Citizen of India) ઉમેદવારોને 2021-22 માટે સામાન્ય શ્રેણીના કાઉન્સિલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. OCI ઉમેદવારો દ્વારા રાહત માંગતી અરજી કરવામાં આવી હતી.

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણા મુરારીની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ અરજદારો અને “સમાન અન્ય ઉમેદવારો” ને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે રાહત આપવામાં આવે છે.

વચગાળાનો આદેશ 29 સપ્ટેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો

29 સપ્ટેમ્બરના રોજ, બેન્ચે OCI કેટેગરીના કેટલાક અરજદારોને સામાન્ય શ્રેણીમાં NEET-UG કાઉન્સિલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. કૉલેજમાં પ્રવેશના હેતુ માટે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) સાથે સમાન વર્તન કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનને પડકારતી OCI ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં આ આદેશ આપવામાં આવ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કાઉન્સેલિંગ માટે નવી રેન્ક લિસ્ટ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET 2021 કાઉન્સેલિંગ માટે નવી રેન્ક લિસ્ટ બહાર પાડી છે. આ સંદર્ભમાં NTAએ તેની સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર નોટિસ જારી કરી છે. તેમાં NEET UG 2021 મેરિટ લિસ્ટમાં થયેલા ફેરફારો વિશે જણાવવામાં આવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો વિદ્યાર્થીઓ ઇચ્છે તો તેમનું NEET 2021 સ્કોર કાર્ડ ફરીથી ડાઉનલોડ કરી શકે છે.

મેડિકલ કોલેજોમાં UG NEETનું પરિણામ આવી ગયું છે. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પ્રથમ વખત ચિપ્સ દ્વારા UG કોર્સ માટે ઓનલાઈન કાઉન્સેલિંગ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં, તબીબી શિક્ષણ વિભાગે ઓનલાઇન કાઉન્સેલિંગ માટે ચિપ્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્યમાં NEET UGમાં MBBSની 1300 થી વધુ બેઠકો છે. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ અઠવાડિયે કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

 આ પણ વાંચો: FSSAI Recruitment 2021: FSSAIમાં જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: NFL Recruitment 2021: નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે NFLમાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">