NEET PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET PG કાઉન્સેલિંગને મંજૂરી આપી, OBC અને EWS અનામત થશે લાગુ

|

Jan 07, 2022 | 12:21 PM

NEET PG 2021 કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે NEET PG કાઉન્સેલિંગ 2021ને મંજૂરી આપી છે.

NEET PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET PG કાઉન્સેલિંગને મંજૂરી આપી, OBC અને EWS અનામત થશે લાગુ
NEET PG Counseling 2021

Follow us on

NEET PG 2021 Counselling Supreme Court Order: NEET PG 2021 કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે NEET PG કાઉન્સેલિંગ 2021ને મંજૂરી આપી છે. એટલે કે હવે મેડિકલ પીજી એડમિશન 2021 માટે NEET PGનું કાઉન્સેલિંગ શરૂ કરી શકાશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે NEET PG 2021માં OBC અનામત અને EWS ક્વોટા પર પણ નિર્ણય આપ્યો છે. જાણો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે શું કહ્યું?

ઓબીસી આરક્ષણ

NEET PG 2021માં પછાત વર્ગ આરક્ષણના મુદ્દા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે OBC રિઝર્વેશન (NEET PG OBC reservation)ની માન્યતા જાળવી રહ્યા છીએ.’ એટલે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓને આ સમયથી જ એડમિશનમાં 27 ટકા અનામતનો લાભ મળશે.

EWS આરક્ષણ

NEET PG પ્રવેશ 2021માં (NEET PG admission 2021) આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWS ક્વોટાના આરક્ષણ અંગે કેન્દ્ર સરકારના નિર્ણયને પણ હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021માં આરક્ષણનો લાભ એવા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા સુધી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ‘હાલમાં 8 લાખની આવક મર્યાદા હેઠળ EWS આરક્ષણ આપી શકાય છે, જેથી આ શૈક્ષણિક સત્ર માટે પ્રવેશમાં કોઈ સમસ્યા ન આવે. જો કે, સુપ્રીમ કોર્ટ આ આવક મર્યાદા પર સુનાવણી ચાલુ રાખશે. માર્ચ 2022 માં, કોર્ટ આખરે નિર્ણય લેશે કે આ આવક મર્યાદા યોગ્ય છે કે નહીં.

શું છે સમગ્ર મામલો

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે NEET PG 2021માં 27 ટકા OBC અને 10 ટકા EWS અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ આરક્ષણ સંબંધિત નોટિસ જુલાઈમાં જાહેર કરવામાં આવી હતી, જ્યારે NEET PG 2021 માટેની અરજીઓ બંધ કરવામાં આવી હતી. પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા કે આ શૈક્ષણિક સત્ર એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021થી OBC અને EWS આરક્ષણનો અમલ થવો જોઈએ નહીં.

આ સિવાય કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા માટે વાર્ષિક પારિવારિક આવક મર્યાદા 8 લાખ રૂપિયા નક્કી કરી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, 8 લાખ રૂપિયાની મર્યાદા ઘણી વધારે છે. આ EWS નો આધાર ન હોઈ શકે.

 

આ પણ વાંચો: UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

આ પણ વાંચો: Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ

Next Article