NEET MDS Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET MDS કાઉન્સિલિંગ પર લગાવ્યો પ્રતિબંધ, અનામતનો મુદ્દો બન્યો કારણ

|

Oct 25, 2021 | 5:12 PM

NEET MDS Counselling 2021: NEET MDS કાઉન્સેલિંગ 2021 વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે NEET MDS 2021 કાઉન્સેલિંગ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે.

NEET MDS Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET MDS કાઉન્સિલિંગ પર લગાવ્યો પ્રતિબંધ, અનામતનો મુદ્દો બન્યો કારણ
NEET MDS Counseling 2021

Follow us on

NEET MDS Counselling 2021: NEET MDS કાઉન્સેલિંગ 2021 વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે NEET MDS 2021 કાઉન્સેલિંગ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. આનું કારણ NEET MDS AIQ સીટો, EWS અને OBC આરક્ષણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘ઓલ ઈન્ડિયા ક્વોટામાં EWS-OBC રિઝર્વેશનની માન્યતા સંબંધિત મુદ્દા પર કોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી NEET MDS માટે કાઉન્સેલિંગ શરૂ થશે નહીં.’

વરિષ્ઠ વકીલ અરવિંદ પી દત્તરે ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ ઉલ્લેખ કરતા કહ્યું કે, NEET PGનું કાઉન્સેલિંગ 25 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે, જ્યારે અનામતનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે, આવી અદાલતે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ. કારણ કે આ મામલો હજુ કોર્ટમાં છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કેન્દ્ર સરકારના વકીલ એએસજી કેએમ નટરાજને કહ્યું કે, જ્યાં સુધી અમે આ મુદ્દા પર નિર્ણય ન લઈએ ત્યાં સુધી કાઉન્સેલિંગ શરૂ ન કરવું જોઈએ. થોડા દિવસો પહેલા, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં NEET MDS 2021 ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોમાં આર્થિક નબળા વિભાગ (EWS) અને અન્ય પછાત વર્ગ (OBC) અનામતના અમલને પડકારવામાં આવ્યો હતો. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, NEET MDS ઓલ ઈન્ડિયા ક્વોટા કાઉન્સિલિંગ 2021 EWS અને OBC આરક્ષણ વિના હાથ ધરવામાં આવે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

શું છે સમગ્ર મામલો

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે NEET દ્વારા કરવામાં આવેલા મેડિકલ પ્રવેશમાં EWS અને OBC ક્વોટા લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મુજબ OBC વર્ગને 27 ટકા અને EWSને 10 ટકા બેઠકો પર અનામતનો લાભ મળશે.

અરજદાર અને વિદ્યાર્થીઓને વાંધો છે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ માત્ર એક નોટિસ જારી કરી છે અને આ શૈક્ષણિક સત્ર એટલે કે 2021-22 થી નવા આરક્ષણ નિયમો લાગુ કર્યા છે. MCCની આ નોટિસ રદ કરવાનો આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાંથી માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ 29 જુલાઈ 2021 ના ​​રોજ તેની વેબસાઈટ mcc.nic.in પર આ નોટિસ જારી કરી હતી. તે જ દિવસે, કેન્દ્રએ મેડિકલ પ્રવેશ (MBBS, MD, MS, MDS, BDS) માટે NEET ઓલ ઈન્ડિયા ક્વોટા બેઠકોમાં 27 ટકા OBC આરક્ષણ (NEET 27% OBC reservation) અને 10 ટકા આર્થિક રીતે નબળા વિભાગ (NEET 10% EWS reservation) અનામતની પણ જાહેરાત કરી હતી.

 

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

આ પણ વાંચો: IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Next Article