NEET 2022: જો NEET પરીક્ષામાં બે કે તેથી વધુ વિદ્યાર્થીઓ સમાન માર્કસ મેળવે તો કોને મળશે હાઈ રેન્ક, આ 9 રીતે થશે ટાઈ બ્રેકિંગ

|

Apr 22, 2022 | 12:53 PM

MBBS, BDS અને અન્ય મેડિકલ UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 17 જુલાઈ 2022ના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) લેવામાં આવશે. NEET UG 2022 (NEET Exam) માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા 06 એપ્રિલ 2022થી શરૂ કરવામાં આવી છે.

NEET 2022: જો NEET પરીક્ષામાં બે કે તેથી વધુ વિદ્યાર્થીઓ સમાન માર્કસ મેળવે તો કોને મળશે હાઈ રેન્ક, આ 9 રીતે થશે ટાઈ બ્રેકિંગ
NEET 2022

Follow us on

NEET 2022 Tie Breaking Formula for same marks: MBBS, BDS અને અન્ય મેડિકલ UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 17 જુલાઈ 2022ના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) લેવામાં આવશે. NEET UG 2022 (NEET Exam) માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા 06 એપ્રિલ 2022થી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપે છે. તેમાંથી ઘણાને સમાન ગુણ મળે છે. ત્યારે આવી સ્થિતિમાં કોણ ઉચ્ચ રેન્ક મેળવશે, તે કેવી રીતે નક્કી થાય છે. આ માટે નિયમો છે. જો NEET 2022માં બે કે તેથી વધુ વિદ્યાર્થીઓ સમાન ગુણ મેળવે તો હાઈ રેન્ક કેવી રીતે નક્કી કરવામાં આવશે? જાણો આ સમાચારમાં

સામાન્ય રીતે ટાઇ બ્રેકિંગ વિષય મુજબના ગુણના આધારે કરવામાં આવે છે. પરંતુ આ વખતે તમારો એપ્લીકેશન નંબર તમને ફાયદો કે, ગેરલાભ પણ આપી શકે છે. આ વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET ટાઈ બ્રેકિંગ માટે 9 નિયમો આપ્યા છે. તેની માહિતી NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર આપવામાં આવી છે.

આ 9 રીતે કરાશે નક્કિ

  1. જો બે કે તેથી વધુ વિદ્યાર્થીઓએ સમાન ગુણ મેળવ્યા હોય, તો તેમના બાયોલોજી (બોટની અને પ્રાણીશાસ્ત્ર)ના માર્કસ પ્રથમ જોવામાં આવશે. આ વિભાગમાં જે વધુ માર્કસ મેળવશે તે ઉચ્ચ રેન્ક મેળવશે.
  2. આ પછી પણ નંબર એક જ રહેશે, તો રસાયણશાસ્ત્રમાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને ઉચ્ચ રેન્ક મળશે.
  3. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  4. રસાયણશાસ્ત્ર પછી ભૌતિકશાસ્ત્રના માર્કસને પ્રાધાન્ય આપવામાં આવશે.
  5. જો આ ત્રણ પ્રક્રિયા પછી પણ વિદ્યાર્થીઓના ગુણ સમાન રહેશે તો તે વિદ્યાર્થીને ઉચ્ચ ક્રમ મળશે જેણે સમગ્ર પરીક્ષામાં બાકીના કરતાં ઓછા ખોટા અથવા વધુ સાચા જવાબો આપ્યા છે.
  6. પાંચમા સ્ટેપમાં, એવા ઉમેદવારોને ઉચ્ચ રેન્ક મળશે, જેમણે બાયોલોજીમાં ઓછા ખોટા અને વધુ સાચા જવાબો આપ્યા છે.
  7. ત્યારબાદ રસાયણશાસ્ત્રમાં ઓછા ખોટા અને વધુ સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓને ટાઈ બ્રેકીંગમાં ઉચ્ચ રેન્કનો લાભ મળશે.
  8. આ પછી, ભૌતિકશાસ્ત્રમાં ઓછા ખોટા અને વધુ સાચા જવાબો આપનાર વિદ્યાર્થીને ઉચ્ચ રેન્ક ફાળવવામાં આવશે.
  9. માર્કસની તમામ 7 પ્રક્રિયાઓ અને ખોટા અને સાચા જવાબો પછી પણ જો વિદ્યાર્થીઓના માર્કસ સરખા રહેશે તો જેની ઉંમર વધુ હશે તે ઉમેદવારને ઉચ્ચ રેન્ક મળશે.
  10. છેલ્લે એપ્લિકેશન નંબરનો વારો આવશે. આ પછી પણ, જો બે કે તેથી વધુ વિદ્યાર્થીઓના ગુણ સમાન રહેશે, તો તેમનો રેન્ક તેમના અરજી નંબર (વધતા ક્રમમાં) પર નક્કી કરવામાં આવશે.

NEET 2022 ટાઈ બ્રેકિંગ ફોર્મ્યુલાને જોતા, ઉમેદવારોને શક્ય તેટલી વહેલી તકે નોંધણી અને ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે. NEET UG 2022નું ફોર્મ (NEET Registration 2022) ભરવાની છેલ્લી તારીખ 06 મે 2022 (રાત્રે 11.50 વાગ્યા સુધીમાં) છે.

આ પણ વાંચો: MBA after 12th class: ધોરણ 12 પછી MBAમાં સીધું એડમિશન લઈ શકો છો, IIFTએ ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કર્યો શરૂ, જાણો કેવી રીતે થશે એડમિશન

આ પણ વાંચો: CUET 2022 Marking Scheme: CUET પરીક્ષાના નિયમોમાં થયો આ ફેરફાર, NTAએ જાહેર કરી નોટિસ

Next Article