IIT-NEET Free Coaching : આઈઆઈટી-નીટના વિદ્યાર્થીઓને હવે ઘરે બેઠા ફ્રી કોચિંગ મળશે જાણો શું છે વધુ વિગતો ?

|

Aug 12, 2021 | 8:10 AM

ભારત સરકારના સહયોગથી IIT ખડગપુર દ્વારા બનાવવામાં આવેલ નેશનલ ડિજિટલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા, (National Digital Library of India) હવે વિદ્યાર્થીઓને IIT-JEE, CLAT, CAT, MAT, અને NEET જેવી રાષ્ટ્રીય કક્ષાની. પ્રવેશ પરીક્ષાઓની મફત તૈયારી કરાવશે 

IIT-NEET Free Coaching :  આઈઆઈટી-નીટના વિદ્યાર્થીઓને હવે ઘરે બેઠા ફ્રી કોચિંગ મળશે જાણો શું છે વધુ વિગતો ?
સાંકેતિક તસ્વીર

Follow us on

નેશનલ ડિજિટલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા (NDLI) ઘરે બેઠા IIT અને NEET ની પરીક્ષાની તૈયારી કરતા દેશના વિદ્યાર્થીઓને મફત કોચિંગની સુવિધા આપવા જઈ રહી છે.કોરોના મહામારીના કારણે, ઘરે અભ્યાસ કરવા માટે આ સુવર્ણ તક સામે આવી છે. ઓનલાઈન અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા દેશમાં સૌથી મોટી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી શકશે.

ભારત સરકારના સહયોગથી IIT ખડગપુર દ્વારા બનાવવામાં આવેલ નેશનલ ડિજિટલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા, (National Digital Library of India) હવે વિદ્યાર્થીઓને IIT-JEE, CLAT, CAT, MAT, અને NEET જેવી રાષ્ટ્રીય કક્ષાની. પ્રવેશ પરીક્ષાઓની મફત તૈયારી કરાવશે

આઇઆઇટી ખડગપુરના પ્રોફેસર અને નેશનલ ડિજિટલ લાઇબ્રેરીના પ્રિંસિપલ ઇન્વેસ્ટિગેટર પીપી ચક્રવર્તીએ એનડીએલઆઇની આ નવી તૈયારી વિશે માહિતી આપી છે. વધુ વિગતો માટે તમે સત્તાવાર વેબસાઇટ- ndl.iitkgp.ac.in પર જઇ શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એનડીએલ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓની તૈયારી માટે પ્રશ્ન-બેંક તૈયાર કરી રહી છે.   આ પરીક્ષાઓમાં પ્રશ્નોની સાથે, તેમના જવાબો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલું જ નહીં, સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો પણ NDLI ના નિષ્ણાતો દ્વારા ઓડિયો અને વિડીયો સ્વરૂપે ઉપલબ્ધ કરાવાશે.  NDLI તેના “STUDY AT HOME” પ્રોગ્રામ અંતર્ગત  આ સુવિધા પૂરી પાડવા જઈ રહ્યુ છે.

કોઈપણ વિદ્યાર્થી  કોચિંગમાં ગયા વગર ઘરે જ શાળા અથવા કોલેજની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવા માંગે છે, તો પછી અભ્યાસક્રમની ઉપલબ્ધતા સાથે અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો, તેમના ઉકેલો અને દેશના ટોચના નિષ્ણાતોના માર્ગદર્શન દ્વારા બનાવેલ નોટ્સ,ડૉક્યુમેન્ટ મળશે. એટલું જ નહીં, નિષ્ણાતોની ઓડિયો અને વિડિયો ક્લિપ્સ પણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવાશે. તે બિલકુલ એવુ હશે કે કોઈપણ વિષય પર ઓનલાઈન ક્લાસ લેવામાં આવી રહ્યો છે.

અન્ય એન્ટ્રસ એક્ઝામ પર પણ  ફોક્સ 

એનડીએલઆઈ (NDLI) IIT,JEE,NEET જેવી પરીક્ષાઓ સિવાય સ્કૂલમાં પ્રવેશ માટે લેવાનાર પરીક્ષાઓ ડીયૂ,જેએનયૂ જેવી તમામ યૂનિવર્સિટીઝમાં થનારી પ્રવેશ પરીક્ષાઓ પર ફોક્સ કરી રહ્યુ છે.  ધીરે ધીરે આ પ્રવેશ પરીક્ષાઓ વધારવામાં આવશે. એક સમય આવશે જ્યારે ભારતમાં કોઈપણ પ્રવેશ પરીક્ષા માટે પ્રશ્ન બેંક ઉપલબ્ધ થશે.આને સમય સમય પર અપડેટ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે લાઇબ્રેરીમાં સીબીએસઇ,હરિયાણા,યૂપી,કેરલ એમપી સહિત 17 રાજ્યોનો બોર્ડનો અભ્યાસક્રમ છે.

 

આ પણ વાંચોUGC NET 2021 પરીક્ષા માટે ફરી ખુલી રજિસ્ટ્રેશન વિન્ડો, આ સરળ સ્ટેપ દ્વારા કરો અરજી

આ પણ વાંચોTET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી

Next Article