Mumbai University Admission 2021 : મુંબઈ યુનિવર્સિટીનું યુજી કોર્સનુ પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

મુંબઈ યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ કોર્સ એડમિશનનું પ્રથમ મેરિટ લિસ્ટ (MU Admission Merit List 2021) બહાર પાડ્યા પછી, બીજુ અને ત્રીજુ મેરિટ લિસ્ટ અનુક્રમે 25 ઓગસ્ટ 30 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે.

Mumbai University Admission 2021 : મુંબઈ યુનિવર્સિટીનું યુજી કોર્સનુ પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 2:06 PM

મુંબઈ યુનિવર્સિટીના (Mumbai University Admissions 1st merit list) અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મેરિટ લિસ્ટની રાહ પૂરી થઈ છે. યુજી અભ્યાસક્રમોનુ પ્રથમ મેરિટ લિસ્ટ (MU UG Course 1st List) યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યુ છે. ઉમેદવારો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ- mu.ac.in પર જઈને લિસ્ટ ચકાસી શકે છે.

મુંબઈ યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ કોર્સ એડમિશનનું પ્રથમ મેરિટ લિસ્ટ (MU Admission Merit List 2021) બહાર પાડ્યા પછી, બીજુ અને ત્રીજુ મેરિટ લિસ્ટ અનુક્રમે 25 ઓગસ્ટ 30 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે.

ઉમેદવારોનાં દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી, ઘોષણાપત્ર અને ફીની ઓનલાઇન ચૂકવણી 18 ઓગસ્ટથી શરૂ થશે. ફી ભરવાની પ્રક્રિયા 25 ઓગસ્ટ 2021 ના ​​રોજ બપોરે 3:00 વાગ્યે બંધ થશે. વધુ વિગતો માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આવી રીતે જુઓ મેરિટ લિસ્ટ 

1.   મેરીટ યાદી જોવા માટે, સૌ પ્રથમ એમયૂની ઓફિશિયલ વેબસાઇટ mu.ac.in પર જાઓ

2.   વેબસાઇટના હોમ પેજ પર ઉપલબ્ધ મુંબઈ યુનિવર્સિટી પ્રવેશ 2021 લિંક પર ક્લિક કરો.

3.   હવે પ્રવેશ માટે વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

4.   સબમિટ કર્યા પછી તમારુ પ્રથમ મેરિટ લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.

5.   મેરીટ લિસ્ટ જુઓ અને પેજ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ લઇ લો.  

મેરિટ લિસ્ટ -Cut-off

વિલ્સન કોલેજે બીએ, બીએસસી માટે પ્રથમ મેરીટ યાદી બહાર પાડવાની સાથે કટ ઓફ માર્ક્સની પ્રથમ યાદી બહાર પાડી છે અને બી.કોમ. સામાન્ય, OBC, EWS, SC, ST અને BA પ્રોગ્રામ માટે અન્ય કેટેગરી માટે રાઉન્ડ 1 માટે વિલ્સન કોલેજ કટઓફ માર્ક્સ 2021 જુઓ

સામાન્ય- 94

SC – 83.33 ST – 76.8 VJ / DT (A) – 78.62 NT (B) – 66.5 NT (D) – 79.17 OBC – 85.33 EBC / EWS – 76 SBC – 60 શારિરીક રીતે વિકલાંગ – 66.17

સાંસ્કૃતિક/રમત/ ભૂતપૂર્વ સૈનિક/ સરકાર સ્થાનાંતરણ વગેરે –  84.2

કોર્સનુ નામ અને એડમિશન નંબર 

બીકોમ – 1,44,919

બીએમએસ – 1,15,686

બીકોમ (એકાઉન્ટ અને ફાઇનાન્સ) –  71,243

બીએ – 44,008

બીએસી આઇટી – 37,693

બીએ એમએસસી – 29,119

બીએસસી – 32,257

બીએસસી (કમ્પ્યૂટર સાઇન્સ) – 22,170

બીકોમ- (બેકિંગ અને વીમો) – 14,741

બીકોમ – (નાણાકીય બજાર) – 10,930

બીએસસી – (બાયોટેક) – 10,861

આ કોલેજમાં થશે એડમિશન 

મુંબઈ યુનિવર્સિટીની લોકપ્રિય કોલેજોમાં સોશિયલ વર્ક કોલેજ નિર્મલા નિકેતન, એસઆઈઈએસ કોલેજ, ઘનશ્યામ દાસ સરાફ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, વિલ્સન કોલેજ, મીઠીબાઈ કોલેજ, એચઆર કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, સોફિયા કોલેજ, આરડી નેશનલ કોલેજ, નરસી મોંજી કોલેજ, સેન્ટ. ઝેવિયર્સ કોલેજ, જય હિન્દ કોલેજ, ફોરેન્સિક સાયન્સ સંસ્થા.

આ પણ વાંચોUIDAI Recruitment 2021: નાયબ નિયામક અને મદદનીશ ખાતા અધિકારી સહિતની ઘણી જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચોCRPF Recruitment 2021: CRPFમાં પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો સિલેક્શનની સમગ્ર પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">