જિદ કે પાગલપન! Googleએ આ વ્યક્તિને 39 વખત કર્યો રિજેક્ટ, તેણે 40મી વખત ફરીથી કરી અરજી.. અને મળી ગઈ નોકરી

|

Jul 26, 2022 | 5:02 PM

ટાયલર કોહેનને ગૂગલે (Google) 39 વખત રિજેક્ટ કર્યા હતા. જો કે, જ્યારે તેણે 40 વખત અરજી કરી ત્યારે તેને ટેક કંપની દ્વારા નોકરી આપવામાં આવી હતી.

જિદ કે પાગલપન! Googleએ આ વ્યક્તિને 39 વખત કર્યો રિજેક્ટ, તેણે 40મી વખત ફરીથી કરી અરજી.. અને મળી ગઈ નોકરી
Google image

Follow us on

‘જીદ અને ગાંડપણ વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. હું હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે મારામાં આ બેમાંથી ક્યું છે.’ આ પંક્તિઓ ટાયલર કોહેને કહેલી છે. હવે તમે વિચારી રહ્યા છો કે આ ટાયલર કોહેન કોણ છે, તો તેના માટે તમારે આ સ્ટોરી (Success Story) વાંચવી પડશે. ટાઇલર કોહેન જે પાતળી ભેદ રેખાની વિશે વાત કરી રહ્યા છે તે સફળતા પર આધારિત છે. જીદના કારણે આપણે સફળતા મેળવીએ તો સૌ તેની પ્રશંસા કરે છે. જો કે આગ્રહ કરવા છતાં પણ સફળતા ન મળે તો લોકો તેમને ગાંડા કહેતા પણ અચકાતા નથી.

ટાયલર કોહેન હજી પણ શોધી રહ્યા છે કે, તે કોણ છે, કારણ કે Googleએ તેને 39 વખત નકારી કાઢ્યો હતો. પરંતુ તેમ છતાં તેણે ટેક ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપનીમાં નોકરી માટે અરજી કરવાનું ચાલુ રાખ્યું. કદાચ એક સમયે તેણે પોતાને પાગલ સમજી લીધો હતો. જો કે, તેણે તો પણ ગૂગલમાં નોકરી માટે અરજી કરવાનું બંધ કર્યું નહોતું. અમેરિકન ફૂડ ડિલિવરી કંપની DoorDashમાં એસોસિયેટ મેનેજર-સ્ટ્રેટેજી અને ઓપરેશન્સ તરીકે કામ કરતા કોહેનને 40મી વખત અરજી કર્યા પછી Google દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા ત્યારે આ વાત ખૂબ જ પ્રેરણાદાયી બની હતી.

કંઈક આ રીતે રહ્યો પ્રવાસ

કોહેને ગૂગલ અને ત્યાંથી મોકલેલા ઈમેલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. તે જોઈ શકાય છે કે તેણે 25 ઓગસ્ટ 2019ના રોજ ગૂગલમાં પહેલીવાર અરજી કરી હતી. પરંતુ તેઓને નકારી કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેણે સપ્ટેમ્બર 2019માં બે વખત અરજી કરી હતી. આ વખતે પણ તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે થોડો સમય બ્રેક લીધો અને પછી જૂન 2020માં ફરી અરજી કરી. પરંતુ તે વારંવાર રિજેક્ટ થતો રહ્યો. અંતે, 19 જુલાઈએ, ગૂગલે તેને એક મેઇલ મોકલ્યો, જેમાં તેને નોકરી વિશે જાણ કરવામાં આવી હતી. 40મી વખત અરજી કર્યા બાદ તેને આ તક મળી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટાયલર કોહેન દ્વારા શેર કરાયેલો લિંક્ડઇન સ્ક્રીનશૉટ

ગૂગલે નોકરી આપ્યા બાદ આ કહી વાત

ટાયલર કોહેને LinkedIn પર એક પોસ્ટમાં તેમની અરજીની માહિતીનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેમની અરજીની તારીખો જોઈ શકાય છે. LinkedIn પર અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે. આ અંગે 500થી વધુ લોકોએ કમેન્ટ પણ કરી છે. જો કે, શ્રેષ્ઠ કોમેન્ટ્સ તો ગૂગલ દ્વારા જ કરવામાં આવી છે. ગૂગલે કહ્યું, ‘કેટલી સફર રહી છે, ટાયલર! વાસ્તવમાં તે માત્ર એક સમય જ રહ્યો હશે.’ લોકોએ કોહેનની લિંક્ડઇન પોસ્ટ પર કોમેન્ટ્સ કરનારા ગૂગલની પણ પ્રશંસા કરી છે.

Next Article