AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2022: JEE મેઈન સેશન 2 ની પરીક્ષા આવતીકાલથી, શું છે પરીક્ષાનો ડ્રેસ કોડ, શું સાથે લઈ જવાની મંજૂરી છે અને કોના પર મનાઈ, જાણો તમામ માહિતી

આવતીકાલથી JEE મેઈન સત્ર-2ની (Jee Main 2022) પરીક્ષા શરૂ થઈ રહી છે. પરીક્ષા પહેલાં NTAએ પરીક્ષાની માર્ગદર્શિકા બહાર પાડી છે. પરીક્ષામાં બેસવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓએ માર્ગદર્શિકા ધ્યાનથી વાંચવી અને તેનું પાલન કરવું જોઈએ.

JEE Main 2022: JEE મેઈન સેશન 2 ની પરીક્ષા આવતીકાલથી, શું છે પરીક્ષાનો ડ્રેસ કોડ, શું સાથે લઈ જવાની મંજૂરી છે અને કોના પર મનાઈ, જાણો તમામ માહિતી
JEE Mains 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 3:46 PM
Share

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત JEE Mains સત્ર-2ની પરીક્ષા આવતીકાલે એટલે કે 25 જુલાઈથી શરૂ થઈ રહી છે. એડમિટ કાર્ડ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ JEE મેઈન સત્ર-2ની પરીક્ષા માટે તૈયાર છે. પરીક્ષા પહેલા NTAએ પરીક્ષાની માર્ગદર્શિકા બહાર પાડી છે. પરીક્ષામાં બેસવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓએ માર્ગદર્શિકા ધ્યાનથી વાંચવી અને તેનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને મહિલા ઉમેદવારોએ ડ્રેસ કોડ પર ધ્યાન આપવું જોઈએ. તાજેતરમાં, ઘણી પરીક્ષાઓને લઈને ઘણી બાબતો સામે આવી છે, આવી સ્થિતિમાં, છોકરીઓએ તેમના ડ્રેસ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જેથી તેમને પરીક્ષાના દિવસે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

JEE Mains પરીક્ષાની સંપૂર્ણ માર્ગદર્શિકા અહીં વાંચો

  1. JEE મેઇન 2021 માટે હાજર રહેતી વખતે અંદર કોઈ મેટલની વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
  2. ઉમેદવારોએ કોઈપણ પ્રકારની જ્વેલરી કે ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ.
  3. ડ્રેસ કોડ પર વિશેષ ધ્યાન આપો, હળવા કપડાં પહેરીને જાઓ.
  4. ઉમેદવારોએ માથે ટોપી ન પહેરવી, મહિલાઓ દુપટ્ટાનો ઉપયોગ કરી શકે છે.
  5. પરીક્ષા હોલની અંદર ઈલેક્ટ્રોનિક ઘડિયાળને મંજૂરી આપવામાં આવશે નહીં.
  6. ઉમેદવારોને પરીક્ષા ખંડની અંદર હેન્ડબેગ, ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ લઈ જવા દેવામાં આવશે નહીં.
  7. પરીક્ષાના સમય પહેલા પહોંચો. જેથી વર્ગખંડમાં બેઠક શોધવી સરળ બને.
  8. માર્ગદર્શિકા અનુસાર કપડાં પહેરો. આમાં ફેસ માસ્ક, ગ્લોવ્સ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
  9. એડમિટ કાર્ડ સાથે એક આઈડી પ્રૂફ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખવો.

JEE મેઈન 2022 સત્ર 2 ની પરીક્ષા 25, 26, 27, 28, 29 અને 30 જુલાઈએ લેવામાં આવશે. અગાઉ JEE મેન્સની પરીક્ષા 21 જુલાઈથી શરૂ થવાની હતી. પરંતુ સ્થળ પર જ NTAએ પરીક્ષાની તારીખ બદલી નાખી છે. હવે આ પરીક્ષા 25 જુલાઈથી 30 જુલાઈ સુધી ચાલશે. સત્ર-1ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. જેઇઇ મેઇન્સ પરીક્ષા બે વખત લેવામાં આવી રહી છે, બંને પરીક્ષાઓમાંથી શ્રેષ્ઠ સ્કોર પસંદ કરવામાં આવશે. તે મુજબ કોલેજ ફાળવવામાં આવશે. પરીક્ષા પૂરી થયાના થોડા અઠવાડિયા પછી પરિણામ જાહેર થવાની આશા છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">