JEE Advanced 2021 : 630 કેન્દ્રો પર આજે JEE એડવાન્સ પરીક્ષા લેવામાં આવશે, વિદ્યાર્થીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે

|

Oct 03, 2021 | 12:46 PM

JEE એડવાન્સ્ડ પરીક્ષા 2021 ભારતીય ટેકનોલોજી સંસ્થા, ખડગપુર (IIT Kharagpur) દ્વારા લેવામાં આવી રહી છે.

JEE Advanced 2021 : 630 કેન્દ્રો પર આજે JEE એડવાન્સ પરીક્ષા લેવામાં આવશે, વિદ્યાર્થીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે
JEE Advanced 2021

Follow us on

JEE Advanced 2021 :  JEE એડવાન્સ્ડ પરીક્ષા 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ લેવામાં આવશે. આ પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર દ્વારા લેવામાં આવી રહી છે. પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારો માટે સંસ્થાએ માર્ગદર્શિકા જારી કરી છે. પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ આપેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનુ રહેશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર (IIT, kharagpur) દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, વિદ્યાર્થીઓ પાસે એડમિટ કાર્ડ હોવુ ફરજીયાત છે. જેમણે હજી સુધી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી તેઓએ સત્તાવાર વેબસાઇટ- jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

વિદ્યાર્થીઓએ આ નિયમોનું પાલન કરવાનુ રહેશે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

1. ઉમેદવારોએ JEE એડવાન્સ્ડ 2021 પરીક્ષા કેન્દ્રમાં એડમિટ કાર્ડ (Admit Card) સાથે ફોટો આઈડી પ્રૂફ પણ લાવવાનો રહેશે. આ અંતર્ગત ઉમેદવારો આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ જેવા આઈડી પ્રૂફ પુરાવા સાથે લાવી શકે છે.

2.પરીક્ષા શરૂ થયાના ઓછામાં ઓછા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર (Exam Center) પર પહોંચવાનુ રહેશે પરીક્ષા શરૂ થયા બાદ કોઈ પણ ઉમેદવારને પરીક્ષાખંડની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.

3.ઉમેદવારોએ નોંધ લેવી કે પરીક્ષાખંડમાં માત્ર એક પેન્સિલ, પેન, પાણીની પારદર્શક બોટલની પરવાનગી આપવામાં આવી છે. ઈયરફોન, બ્લૂટૂથ ઉપકરણો, મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ઘડિયાળો, પાકીટ, હેન્ડબેગ જેવી વસ્તુઓને પરીક્ષાખંડની અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં.

4.પરીક્ષા કેન્દ્ર પર વેબકેમ અને CCTV દ્વારા નજર રાખવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી કે તેઓએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તેમના હાથની સેનિટાઈઝરથી સફાઈ કરવાની રહેશે.

5.ઉમેદવારને માત્ર એક સ્ક્રિબલ પેડ આપવામાં આવશે. ઉમેદવારે આપેલ જગ્યામાં પોતાનું નામ અને JEE એડવાન્સ્ડ 2021 રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી સ્ક્રિબલ પેડ પર સહી કરવાની રહેશે.

પરીક્ષાની વિગતો

આ વર્ષે IIT ખડગપુર JEE એડવાન્સ્ડ દ્વારા 630 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા આયોજીત કરવામાં આવી છે. ગયા વર્ષે, જેઇઇ મેઇન પાસ કરનારા 2,50,621 ઉમેદવારોમાંથી 1,60,838 ઉમેદવારોએ જેઇઇ એડવાન્સ માટે નોંધણી કરાવી હતી અને કુલ 43,204 ઉમેદવારોમાંથી 1,50,838 ઉમેદવારો બંને પેપર માટે ક્વોલિફાય થયા હતા.

 

આ પણ વાંચો : શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય, આ વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પીએચડી ફરજિયાત નથી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :  NEET Phase 2 Registration: NEET બીજી તબક્કાની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો કેવી રીતે કરવું એપ્લાય

Next Article