IT સેક્ટરથી મોહભંગ! 57 % લોકો આ ક્ષેત્રમાં ફરીથી કામ કરવા નથી માંગતા, આ છે કારણ

|

Sep 30, 2022 | 1:55 PM

TeamLease Digitalનો સર્વે દર્શાવે છે કે, કર્મચારીઓની પસંદગીઓ બદલાઈ રહી છે. હવે તેઓ Flexibility, career growth અને પગાર કરતાં તેમના મૂલ્યને પ્રાધાન્ય આપે છે.

IT સેક્ટરથી મોહભંગ! 57 % લોકો આ ક્ષેત્રમાં ફરીથી કામ કરવા નથી માંગતા, આ છે કારણ
IT Sector Jobs

Follow us on

IT sector માંકામ કરતા લોકોને તગડો પગાર મળે છે. આ કારણે, એવા ઘણા ઓછા લોકો હશે, જેઓ તેમની મોટી કમાણીવાળી નોકરી છોડવા માંગે છે. પરંતુ તાજેતરના એક સર્વેમાં કેટલીક એવી માહિતી સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, IT સેક્ટરમાં કામ કરતા 57 ટકા લોકોએ દાવો કર્યો છે કે તેઓ ભવિષ્યમાં ફરીથી IT સેક્ટરમાં પાછા ફરવાનો ઇરાદો ધરાવતા નથી. આ સર્વે ટેક સ્ટાફિંગ ફર્મ TeamLease Digital દ્વારા કરવામાં આવ્યો છે, જેણે આ સર્વેને Talent Exodus Report નામ આપ્યું છે.

સર્વે દર્શાવે છે કે, કર્મચારીઓની પસંદગીઓ બદલાઈ રહી છે. હવે તેઓ Flexibility, career growth અને પગાર કરતાં તેમના મૂલ્યને પ્રાધાન્ય આપે છે. પરંતુ હજુ પણ એક મોટી ગેરસમજ છે કે, પગાર વધવાથી કામગીરીમાં સુધારો થશે અને નોકરીનો સંતોષ વધશે. કર્મચારીઓ આ પાસાઓના આધારે તેમની કારકિર્દીનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યા છે. આ જ કારણ છે કે કર્મચારીઓ તેમની શાનદાર નોકરીઓ અધવચ્ચે છોડી રહ્યા છે. આઘાતજનક આંકડા દર્શાવે છે કે Flexibilityએ પસંદગીમાં વધારો કર્યો છે.

નવી નોકરી કરતાં પહેલા કર્મચારીઓ જોઈ રહ્યા છે આ લાભો

TeamLease Digitalના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ ચેમ્મનકોટિલે જણાવ્યું હતું કે, “પગાર અને અન્ય લાભોમાં વધારાની માગણી ઉપરાંત, કર્મચારીઓ હવે નવી નોકરીમાં પ્રવેશતા પહેલા આંતરિક નીતિઓ અને બાહ્ય પરિબળોને જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કંપનીઓએ આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. અમે કામ અને જીવન વિશે કર્મચારીઓની ભાવનાઓમાં મોટા ફેરફારો જોઈ રહ્યા છીએ.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કંપનીઓએ હાયરિંગ દરમિયાન આનું રાખવું પડશે ધ્યાન

સુનિલ ચેમ્મનકોટિલે વધુમાં જણાવ્યું હતું કે, ‘કંપનીઓની ભરતીની યોજના તેમના કર્મચારીઓનો ટાર્ગેટ હોવો જોઈએ. તે યોગ્ય કર્મચારીને શોધવામાં સંપૂર્ણપણે બદલી જાય છે કે, શું કોઈ કર્મચારી તેમના કામનું મૂલ્ય અનુભવે છે અથવા ફક્ત અન્ય લોકોના લાભ માટે પરિણામો અને મૂલ્ય બનાવે છે. આગળ તેમને જણાવ્યું કે, કર્મચારી-એમ્પ્લોયરનો સંબંધ ઊંડો છે. માલિકની એક મજબૂત ભાવના હોય છે અને સારૂ કામ થાય છે.

Next Article