ISRO Free Online Course: ઈસરોમાં નિ:શુલ્ક મશીન લર્નિંગ ઑનલાઈન કોર્સ માટે રજિસ્ટ્રેશન શરૂ, કેવી રીતે કરશો અરજી

|

Jun 16, 2021 | 11:20 PM

ISRO Free Online Course: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 5થી 9 જુલાઈ સુધી પાંચ દિવસીય નિ:શુલ્ક ઑનલાઈન અભ્યાસક્રમ આપી રહી છે.

ISRO Free Online Course: ઈસરોમાં નિ:શુલ્ક મશીન લર્નિંગ ઑનલાઈન કોર્સ માટે રજિસ્ટ્રેશન શરૂ, કેવી રીતે કરશો અરજી
સાંકેતિક ફોટો

Follow us on

ISRO Free Online Course: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 5થી 9 જુલાઈ સુધી પાંચ દિવસીય નિ:શુલ્ક ઑનલાઈન અભ્યાસક્રમ આપી રહી છે. આ અભ્યાસક્રમ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (IIRS) કાર્યક્રમના ભાગ રૂપે આપવામાં આવે છે. આ અભ્યાસક્રમોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, સંશોધનકારો, વ્યાવસાયિકો અને એનજીઓ ભાગ લઈ શકે છે.

 

ઈસરો (ISRO Free Online Course) દ્વારા આ કોર્સ કરવા ઈચ્છુક ઉમેદવારોને રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ સાથે પરિચિત હોવા જોઈએ. જો કે નિ:શુલ્ક ઑનલાઈન અભ્યાસક્રમનો સમયગાળો પાંચ દિવસનો છે. આઈઆઈઆરએસ (IIRS) દહેરાદૂનની સત્તાવાર વેબસાઈટ અનુસાર આઈઆઈઆરએસ યુટ્યુબ ચેનલ (YouTube) દ્વારા અભ્યાસક્રમ સત્રમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ 24 કલાક પછી ઉપલબ્ધ ઑફલાઈન સત્ર દ્વારા તેમની હાજરી નોંધાવવાની રહેશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ઈસરોના ફ્રી મશીન લર્નિંગ ઑનલાઈન કોર્સ વર્ગોનો (ISRO Free Machine Learning) લાભ લેવા, કોઈએ ઈસરો અથવા આઈઆઈઆરએસની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને નોંધણી કરાવવી પડશે. રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ, ધોરણ 10ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર, ઈમેઈલ અને પાસવર્ડ, જે કોર્સ માટે દાખલો લેવા માંગતા હોય તેની પસંદગી પણ કરવાની રહેશે, વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

 

કેવી રીતે જોડશો ઈ-ક્લાસીસમાં?

સહભાગીઓ IIRSની YouTube ચેનલ દ્વારા લાઈવ વર્કશોપમાં ભાગ લઈ શકે છે. જો કે અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીએ ઈ-ક્લાસ (E-Class) પોર્ટલ દ્વારા 70% સત્રોમાં ભાગ લેવો પડે છે. સંપૂર્ણ નોંધણી વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. સહભાગીઓ IIRS દહેરાદૂન એટલે કે eclass.iirs.gov.inના ઈ-ક્લાસ (E-Class) પોર્ટલ દ્વારા કોઈપણ વેબ બ્રાઉઝર દ્વારા ક્લાસીસમાં જોડાઈ શકે છે. IIRSની YouTube ચેનલ દ્વારા તમે લાઈવ વર્કશોપમાં પણ ભાગ લઈ શકો છો.

 

આ પણ વાંચો: SBI બેન્ક કર્મચારીની કરવી છે ફરિયાદ? તો જાણો આ રહી સરળ પ્રોસેસ

Next Article