AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Salary: સેનામાં ભરતી થનારને કેટલો મળે છે પગાર, શું સુવિધાઓ આપવામાં આવે છે? અહીં જુઓ વિગતો

દેશ સેવાની ભાવના રાખવા માટે યુવાનો ભારતીય સેનામાં જોડાવા માંગે છે. દર વર્ષે લાખો યુવાનો સેનામાં જોડાવા આવે છે. સેનામાં ભરતી થતા યુવાનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

Indian Army Salary: સેનામાં ભરતી થનારને કેટલો મળે છે પગાર, શું સુવિધાઓ આપવામાં આવે છે? અહીં જુઓ વિગતો
Indian Army
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 11:30 AM
Share

Indian Army Salary: દેશ સેવાની ભાવના રાખવા માટે યુવાનો ભારતીય સેનામાં જોડાવા માંગે છે. દર વર્ષે લાખો યુવાનો સેનામાં જોડાવા આવે છે. સેનામાં ભરતી થતા યુવાનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે, તેના ઘણા કારણો હોઈ શકે છે. દેશની સેવા કરતા સૈનિકો પોતાના જીવના જોખમે સરહદ પર તૈનાત છે. ભારતીય સેનામાં જોડાનાર યુવાનોને અનેક સુવિધાઓ મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, સેનામાં જોડાનાર સૈનિકો અને અધિકારીઓને કેટલો પગાર મળે છે. સૈન્યમાં જોડાતા સૈનિકો અને અધિકારીઓને પેબેન્ડ, ગ્રેડ પે, લશ્કરી સેવા અને એક્સ ગ્રુપની શ્રેણીમાં વિવિધ ભથ્થા અને સુવિધાઓ આપવામાં આવે છે.

ભારતીય સેનામાં (Indian Army) જોડાતા સૈનિકોને સાતમા પગાર પંચની માર્ગદર્શિકા અનુસાર ભારતીય સેનાના કારકુનોને સારો પગાર આપવામાં આવે છે. સેવાના શરૂઆતના દિવસોમાં કારકુનોને માસિક રૂ. 20,000નો પગાર ચૂકવવામાં આવે છે. સમય સાથે પગાર વધે છે. ભારતીય સેનાના કારકુનો માટે વિવિધ ભથ્થાઓ પણ ઉપલબ્ધ છે. સરેરાશ, ભારતીય સેનાના કારકુનોને દર મહિને 32,000 રૂપિયા મળે છે.

પ્રારંભિક પગાર- રૂ. 20,000 સરેરાશ પગાર- રૂ. 32,000

શું ભથ્થાં આપવામાં આવે છે?

વાહન ભથ્થું, તબીબી ભથ્થું, મુસાફરી ભથ્થું, ડેપ્યુટેશન ભથ્થું, રિફ્રેશમેન્ટ ભથ્થું, બાળ સંભાળ ભથ્થું, મોંઘવારી ભથ્થું વગેરે આપવામાં આવે છે.

અધિકારીઓનો પગાર

જો સેનામાં કમાન્ડર લેવલના અધિકારીઓના પગારની વાત કરીએ તો અંદાજે લેફ્ટનન્ટ કર્નલ 1,21,200 થી 2,12,400 રૂપિયા, કર્નલ 1,30,600 થી 2,15,900 રૂપિયા, બ્રિગેડિયરનો 1,39,600 રૂપિયા છે. અને મેજર જનરલને લગભગ 1,44,200 થી 2,18,200 પ્રતિ માસનો પગાર મળે છે.

લેફ્ટનન્ટ જનરલ અને જનરલનો પગાર

ભારતીય સેનાના ચીફ અથવા જનરલ અને લેફ્ટનન્ટ જનરલનો પગાર નિશ્ચિત છે. બંને અધિકારીઓનો પગાર સરખો છે. તેમને 2,50,000 રૂપિયાનો ફિક્સ પગાર મળે છે. આ સિવાય તેમને અનેક પ્રકારની ઉચ્ચ સ્તરીય સુવિધાઓ મળે છે.

7મું સીપીસી શું છે

સેન્ટ્રલ પે કમિશન એક એવું કમિશન છે જે દર 10 વર્ષે તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની ભલામણો કરે છે. સાતમા પગાર પંચની ભલામણોને સરકારે 29 જૂન 2016થી સ્વીકારી લીધી હતી. જેનો અમલ 1 જાન્યુઆરી 2017થી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

g clip-path="url(#clip0_868_265)">