રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમનું થયું ઉદ્ઘાટન, જાણો શું છે તેની વિશેષતાએ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો

|

Mar 03, 2022 | 12:32 PM

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવનિર્મિત આરોગ્ય વનમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં લગભગ 215 પ્રકારની જડીબુટ્ટીઓ અને ઔષધીય છોડ ઉગાડવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમનું થયું ઉદ્ઘાટન, જાણો શું છે તેની વિશેષતાએ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો
Arogya Vanam

Follow us on

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (Ram Nath Kovind) મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવનિર્મિત આરોગ્ય વનમનું ઉદ્ઘાટન કર્યું. 6.6 એકર વિસ્તારમાં ફેલાયેલા આરોગ્ય વનમને યોગ મુદ્રામાં બેઠેલા માનવીના આકારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં લગભગ 215 પ્રકારની જડીબુટ્ટીઓ અને ઔષધીય છોડ ઉગાડવામાં આવ્યા છે. જેનો ઉપયોગ આયુર્વેદમાં તબીબી સારવાર માટે થાય છે.

આ વનમમાં પાણીના ફુવારા, યોગ કરવા માટેનું પ્લેટફોર્મ, નાના જળમાર્ગો, કમળના ફૂલનું તળાવ અને વિઝ્યુઅલ સાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદિક છોડના મહત્વ અને માનવ શરીર પર તેની સકારાત્મક અસરોનો પ્રચાર કરવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વનમની કલ્પના કરવામાં આવી છે. આ વનમ હવે લોકો માટે જોવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ આરોગ્ય વનમ બનાવવાનો હેતુ શું છે?

આપણો દેશ મેડિકલ ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે, આ દરમિયાન લોકો ધીરે ધીરે ભારતની પ્રાચીન વિરાસત અને સભ્યતા, આયુર્વેદને ભૂલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભારતમાં આયુર્વેદનો ઉપયોગ ઓછો થયો છે. તેની સાથે દેશમાં આયુર્વેદિક ઔષધનું સર્જન થયું છે. છોડની માનવીય ઐષધીના હકારાત્મક પરિણામોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આરોગ્ય વનમના રૂપમાં આ આયુર્વેદ વન બનાવીને આ પહેલ શરૂ કરી છે. આમાં આયુર્વેદ ચિકિત્સામાં ઉપયોગમાં લેવાતા અનેક ફળો, ફૂલો અને જડીબુટ્ટીઓ ઉગાડવામાં આવી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ વનમાં લીમડો, તુલસી, બેલ, અરંદ, અર્જુન, અશ્વગંધા અને હરસિંગર જેવા 215 પ્રકારના ઔષધીય છોડ છે. એરોમા ગાર્ડન, લોટસ પોન્ડ, વોટર ચેનલ્સ, યોગ મંચ અને એક વ્યુપોઈન્ટ પણ આરોગ્ય વનમનો ભાગ છે.

આ પણ વાંચો: IGNOU January Registration 2022: IGNOU જાન્યુઆરી સત્ર માટે નોંધણીની તારીખ 5 માર્ચ સુધી લંબાવવામાં આવી

આ પણ વાંચો: અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી ભારતે ખરીદેલું 12મું P8I વિમાન મેળવ્યું, જાણો તેની ખાસિયતો અને ઉપયોગ વિશે

Next Article