અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી ભારતે ખરીદેલું 12મું P8I વિમાન મેળવ્યું, જાણો તેની ખાસિયતો અને ઉપયોગ વિશે

અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી ભારતે ખરીદેલું 12મું P8I વિમાન મેળવ્યું, જાણો તેની ખાસિયતો અને ઉપયોગ વિશે
ફાઈલ ફોટો

અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગે બુધવારે 12મું P-8-I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળને સોંપ્યું હતું. અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગે બુધવારે 12મું P-8-I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળને સોંપ્યું. પ્રથમ એરક્રાફ્ટ 15 મે 2013ના રોજ ભારતમાં આવ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 02, 2022 | 12:44 PM

અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગે બુધવારે 12મું P-8-I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળને (Indian Navy) સોંપ્યું. તેના સત્તાવાર નિવેદનમાં, બોઇંગે કહ્યું કે, ભારતીય સંરક્ષણ મંત્રાલય સાથે 2016ના કરાર હેઠળ વિતરિત કરાયેલા ચાર વધારાના એરક્રાફ્ટમાંથી આ ચોથું છે. અગાઉ, ભારતીય નૌકાદળને ઓક્ટોબર 2021માં 11મું P8I એરક્રાફ્ટ (P8I aircraft) મળ્યું હતું. P-8I એરક્રાફ્ટ એ P-8A-પોસાઇડન એરક્રાફ્ટનો એક અલગ પ્રકાર છે. બોઇંગે તેને યુએસ નેવીના જૂના પી-3 ફ્લીટના રિપ્લેસમેન્ટ તરીકે વિકસાવ્યું હતું. મે 2021માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે છ P-8I પેટ્રોલ એરક્રાફ્ટ અને સંબંધિત સાધનોના પ્રસ્તાવિત વેચાણને મંજૂરી આપી હતી. તેના એક સોદાની કિંમત 2.42 બિલિયન ડોલર છે.

પહેલું વિમાન 15 મે 2013ના રોજ આવ્યું હતું

નવેમ્બર 2019 માં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદે બોઇંગ દ્વારા ઉત્પાદિત એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી હતી. આ વિમાન લાંબા અંતરની દરિયાઈ દેખરેખ કરવા સક્ષમ છે. 1 જાન્યુઆરી 2009ના રોજ આઠ એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ આશરે 2.1 બિલિયન ડોલરમાં મંજૂર કરવામાં આવ્યો હતો. આ સાથે ભારતીય નૌકાદળ P-8 એરક્રાફ્ટ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક બની ગયું છે. પ્રથમ એરક્રાફ્ટ 15 મે 2013ના રોજ ભારતમાં આવ્યું હતું.

એરક્રાફ્ટમાં શું વિશેષતા છે

P-8I એરક્રાફ્ટ 10 કલાક સુધી ખૂબ ઝડપ અને મજબૂતાઈ સાથે તાત્કાલિક પ્રતિક્રમણ કરવામાં સક્ષમ છે. આ એક એન્ટી સબમરીન વોર ફેર (ASW) મલ્ટી મીશનરી વિમાન છે. આ સાથે તે ભારતના વિસ્તૃત વિસ્તારો પર પણ નજર રાખશે. આ વિમાન લાંબા અંતરની સબમરીન વિરોધી યુદ્ધ, ગુપ્તચર દેખરેખ, સપાટી વિરોધી અને વિશાળ વિસ્તાર, દરિયાઈ અને તટવર્તી મિશનના સમર્થનમાં રિકોનિસન્સ માટે સજ્જ છે. આ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે, તેના કોમ્યુનિકેશન અને સેન્સર સ્યુટમાં સંરક્ષણ PSU અને ખાનગી ઉત્પાદકો દ્વારા વિકસિત સ્વદેશી ઉપકરણોનો પણ સમાવેશ થાય છે. 41,000 ફૂટની ઉંચાઈ પર આ વિમાન ઉડી શકે છે. આ વિમાનનું 25 વર્ષ અને 25,000 કલાક ઉડી શકવાનું આયુષ્ય છે.

નવા વર્ષ પર, ભારતીય નૌકાદળને યુએસ સ્થિત એરોસ્પેસ કંપની બોઇંગ તરફથી બે વિમાન મળ્યા. જેમાં અન્ય P-8 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. 30 ડિસેમ્બરના રોજ, ભારતીય નૌકાદળના હવાઈ મથક પર બે નૌકાદળના લડાયક વિમાન MiG-29N P-8 એરક્રાફ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Sainik school result 2022: સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: UPSC Interview Questions: જાણો UPSCમાં ટ્વિસ્ટ કરીને પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati