આનંદો….2023માં આવશે આ ક્ષેત્રે વધારે Jobs ની તક, આ 5 કોર્સ છે ‘ફાયદેમંદ’

New Year 2023 : આ વર્ષેના ટોપ કોર્સ ક્યા હશે ? એ કોર્સ જેમાં સૌથી વધારે જોબ હશે. બધાથી વધારે Hiring કયા ક્ષેત્રે હશે ? તો વાંચો સંપૂર્ણ રિપોર્ટ...

આનંદો....2023માં આવશે આ ક્ષેત્રે વધારે Jobs ની તક, આ 5 કોર્સ છે 'ફાયદેમંદ'
Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 12:00 PM

નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. New Yearની શરૂઆત સાથે જ આપણે નવી યોજનાઓ પણ બનાવીએ છીએ. જો તમે તમારી કરિયરનું આયોજન કરતા વિદ્યાર્થી હોવ તો – આગળ શું કરવું ? કયા સેક્ટરમાં જવું ? ક્યાં જવું ફાયદાકારક રહેશે ? નોકરી કરતા ઘણા લોકો એવું પણ વિચારે છે કે તેઓ તેમની કરિયર કેવી રીતે સારી બનાવી શકે છે. આ લેખ તમને આ મૂંઝવણમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે છે. આમાં, અમે તમને તે ટોપ અભ્યાસક્રમો (Top Courses in 2023) વિશે જણાવી રહ્યા છીએ. જેમાં આ વર્ષે વધારે નોકરીઓ આવવાની છે.

આ લેખ કેટલાક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અને સર્વેક્ષણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ માર્કેટ એનાલિસિસ અને ટોપની કંપનીઓની ડિમાન્ડ અને સ્ટ્રેટજી આધારે જાહેર કરવામાં આવ્યા હતા.

Year 2023ના ટોચના અભ્યાસક્રમો

1. Courses in Health Care and Pharma

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોવિડને ધ્યાનમાં રાખીને એવું માનવામાં આવે છે કે, હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. સ્વાભાવિક છે કે હેલ્થકેર પ્રોફેશનલ્સની માંગ વધશે. ઘણી ફાર્મસી કંપનીઓએ પણ નવી ભરતી શરૂ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીઓ સ્થાનિક ફોર્મ્યુલેશન માર્કેટમાં તેમનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે તેઓ મોટી સંખ્યામાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ અથવા ફિલ્ડ મેનેજરની ભરતી કરી રહી છે.

આવી સ્થિતિમાં, ઓલ ટાઈમ ફેવરિટ એમબીબીએસ સિવાય, નર્સિંગ કોર્સ, ફાર્મા કોર્સ, રેડિયોલોજી, ફિઝિયોલોજી સહિતના અન્ય મેડિકલ ટેકનિકલ કોર્સ કરવા ફાયદાકારક રહેશે. આ સિવાય મેડિકલ રિસર્ચ સેક્ટરમાં જવાના દૃષ્ટિકોણથી BSC કેમેસ્ટ્રી જેવા કોર્સ પણ સારા રહેશે.

2. Courses in Banking, IT, Finance

KPMG રિપોર્ટ અનુસાર આ વર્ષે ઘણી કંપનીઓ મોટી સંખ્યામાં છટણી કરી શકે છે અથવા ભરતી કરવાનું બંધ કરી શકે છે, પરંતુ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘કેટલાક ક્ષેત્ર આ યુગમાં પણ નવી આશા અને ઘણી તકો લાવશે. તેમાં IT, બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ એટલે કે BFSI સેક્ટરનો સમાવેશ થાય છે.

આ સિવાય ઈ-કોમર્સ, ટેલિકોમ, ફાર્મા, ઈન્ટરનેટ બિઝનેસમાં 2022ની સરખામણીમાં 20 ટકા વધુ નોકરીઓ આવશે. સ્વાભાવિક છે કે બીકોમ, એમબીએથી લઈને એન્જિનિયરિંગ સુધી અને આ સિવાય આ ક્ષેત્રોને લગતા વિશેષ અભ્યાસક્રમો તમને ઘણો ફાયદો આપી શકે છે.

3. Courses in AI, Data Science, Cyber Security, Cloud

ટેક્નિકલ સેક્ટરની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ ટેક્નોલોજી આવનારા સમયમાં દુનિયા પર પ્રભુત્વ જમાવવા જઈ રહી છે. હવે આ ક્ષેત્રોમાં સ્કિલ્ડ પ્રોફ્શનલ્સની ડિમાન્ડ વધી ગઈ છે. જો તમે વિજ્ઞાનમાં સારા છો, તો આ અભ્યાસક્રમો તમારા માટે ખજાના સુધી પહોંચવાના માર્ગથી ઓછા નથી.

4. Courses in Automation, Robotics

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક એવું ક્ષેત્ર છે, જેમાં વિશ્વમાં મંદી પ્રથમ આવે છે, પરંતુ વૈશ્વિક સ્તરે મહત્તમ તકો પણ આ ક્ષેત્રમાં છે. જો કે, જો તમે તમારી જાતને ઓટોમેશન નિષ્ણાંત બનાવો છો, તો તમારી નોકરીની સુરક્ષા અને કરિયર ગ્રોથની તકો વધુ હશે. રોબોટિક્સ પણ ઉત્તમ તકો પૂરી પાડશે.

5. Education Courses

શિક્ષણનું ક્ષેત્ર એક એવું વિશ્વ છે, જ્યાં ભૂતકાળમાં ઘણી તકો હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ મળતી રહેશે. સામાન્ય ગ્રેજ્યુએશન થયા પછી તમે B.Ed/M.Ed કરી શકો છો. અથવા તમે શિક્ષણ સંબંધિત અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો કરી શકો છો. સરકારી ભરતીથી લઈને પ્રાઈવેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર, તમારા માટે પુષ્કળ નોકરીઓ હશે. આ ઉપરાંત, તમે તમારા પોતાના સ્તર પર કોચિંગ અથવા ટ્યુશન ક્લાસમાંથી પણ સારી કમાણી કરી શકો છો.

6. Environment Courses

સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો મોટો છે. તે વ્યવસાયથી લઈને સામાન્ય જીવન સુધી વિવિધ રીતે અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પર્યાવરણ ક્ષેત્રે રિસર્ચર, એનાલિસ્ટ, એનવાયર્નમેન્ટલિસ્ટની માંગ તો છે જ. તેનાથી પણ વધુ ગ્રીન જોબ્સ માટે પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. જેમ કે- એગ્રીકલ્ચર ટેક્નિશિયન, ઓર્ગેનિક ફાર્મિંગ મેનેજર, રિન્યુએબલ એનર્જી ટેકનિશિયન, વગેરે. તેથી જ એગ્રિકલ્ચરના એડવાન્સ્ડ કોર્સ, રિન્યુએબલ એનર્જી સંબંધિત અભ્યાસક્રમો તમારા માટે ગોલ્ડ સમાન સાબિત થશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">