IIT Recruitment 2021: IITમાં આસિસ્ટન્ટ સહિતના અન્ય પદ માટે ભરતી, આ રીતે કરો અરજી

|

Oct 16, 2021 | 4:25 PM

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), કાનપુરે નિયમિત ધોરણે વિવિધ નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.

IIT Recruitment 2021: IITમાં આસિસ્ટન્ટ સહિતના અન્ય પદ માટે ભરતી, આ રીતે કરો અરજી
IIT Recruitment 2021

Follow us on

IIT Kanpur Recruitment 2021: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), કાનપુરે નિયમિત ધોરણે વિવિધ નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. 13 ઓક્ટોબર 2021, બુધવારે સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી જાહેરાત (નં.01/2021) મુજબ, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર ટેકનિશિયન અને જુનિયર ટેકનિકલ સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર સુપરિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને અન્યની કુલ 95 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી વિવિધ વિભાગોમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IIT કાનપુરની સત્તાવાર વેબસાઇટ, iitk.ac.in પર ઉપલબ્ધ ઓનલાઇન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકે છે.

આ રીતે કરાશે અરજી

  • અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ iitk.ac.inની મુલાકાત લેવી પડશે.
    જે બાદ ભરતી વિભાગમાં જવું પડશે.
  • આ પછી ઉમેદવારો જાહેરાત નંબર 01/2021 માટે ઓનલાઈન અરજીની લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન પૃષ્ઠ પર જઈ શકે છે.
  • ઉમેદવારોએ પહેલા રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે.
  • આ બાદ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન થશે.
  • હવે ઉમેદવારો તેમની અરજી સબમિટ કરી શકશે.

ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, અરજી પ્રક્રિયા નોટિફિકેશન બહાર પડવાની સાથે જ શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 16 નવેમ્બર 2021 સુધી ઓનલાઇન અરજી સબમિટ કરી શકશે.

નીચે આપેલી સીધી લિંક પર ક્લિક કરીને સીધા જ

IIT Kanpur Recruitment 2021

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અરજી ફી

ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, ઓનલાઈન અરજી દરમિયાન તેમને ગ્રુપ એ પોસ્ટ માટે 500 રૂપિયા અને ગ્રુપ બી અને સી પોસ્ટ માટે 250 રૂપિયા ફી ચૂકવવી પડશે. જેની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરી શકાય છે. જો કે, એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની જરૂર નથી. તેમને આઈઆઈટી કાનપુર દ્વારા ભરતીની સૂચના દ્વારા ફીમાં આ સંપૂર્ણ છૂટછાટની જાહેરાત કરવામાં આવી છે.

SBI PO Recruitment 2021

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર (PO) ની પોસ્ટ માટે બમ્પર ભરતીઓ થવા જઈ રહી છે. જે લોકો બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક મોટી તક છે. PO ની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ અરજી પ્રક્રિયા 5 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. ઉમેદવારોને ખાલી જગ્યા માટે અરજી કરવા 25 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંતર્ગત કુલ 2056 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો (Candidate) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

Published On - 4:24 pm, Sat, 16 October 21

Next Article