IGNOU એ લોન્ચ કર્યો ઇલેક્ટ્રોનિક મીડિયા પીજી કોર્સ, આટલી હશે ફી, જાણો કેવી રીતે થશે એડમિશન

|

Aug 03, 2022 | 2:02 PM

ઈગ્નુએ (IGNOU Admission 2022) સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ ન્યૂ મીડિયા સ્ટડીઝમાં ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં પીજી ડિપ્લોમા કોર્સની શરૂઆત કરી છે.

IGNOU એ લોન્ચ કર્યો ઇલેક્ટ્રોનિક મીડિયા પીજી કોર્સ, આટલી હશે ફી, જાણો કેવી રીતે થશે એડમિશન
IGNOU launched Electronic Media PG course
Image Credit source: PTI

Follow us on

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ ન્યૂ મીડિયા સ્ટડીઝે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડ દ્વારા ઈલેક્ટ્રોનિક મીડિયામાં પીજી ડિપ્લોમા કોર્સની શરૂઆત કરી છે. જે વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તેઓ 12 ઓગસ્ટ 2022 સુધી ignouadmission.samarth.edu.in દ્વારા પ્રવેશ અને નોંધણી કરાવી શકે છે. કોર્સમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસ્થાએ કહ્યું કે નવો કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ઈગ્નુ પીજી ડિપ્લોમા કોર્સમાં એડમિશનની (IGNOU Admission 2022) પ્રક્રિયા ચાલી રહી છે.

SOJNMS કોર્સમાં એડમિશન ફી

ઇલેક્ટ્રોનિક મીડિયા કાર્યક્રમમાં પીજી ડિપ્લોમાનો સમયગાળો ઓછામાં ઓછો એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષનો રહેશે. કાર્યક્રમ માટે શિક્ષણનું માધ્યમ અંગ્રેજીમાં રહેશે. પરંતુ વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓ, એસાઈમેન્ટ, પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ હિન્દીમાં પણ સબમિટ કરી શકે છે. ઈલેક્ટ્રોનિક મીડિયામાં ઈગ્નુ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટેની ફી રૂ. 9500 છે. આ કોર્સ સંબંધિત તમામ જાણકારી ઉમેદવારો વેબસાઈટ ignouadmission.samarth.edu.in પર જોઈ શકે છે. ઈગ્નુના કુલપતિ નાગેશ્વર રાવે અન્ય મહેમાનોની સાથે હાઇબ્રિડ મોડમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ લઈ શકે છે એડમિશન

આ કાર્યક્રમમાં પ્રોફેસર પુષ્પેશ પંત અને સુભાષ ધુલિયા, પૂર્વ કુલપતિ ઉત્તરાખંડ મુક્ત વિશ્વવિદ્યાલય સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોર્સમાં એડમિશન માટે ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ગ્રેજ્યુએટ આ કોર્સમાં એડમિશન લઈ શકે છે. ઈગ્નુના વીસી નાગેશ્વર રાવે પ્રમુખપદનું ભાષણ આપતાં પત્રકારત્વ અને જનસંચાર ક્ષેત્રે આવા કૌશલ્ય આધારિત કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેવી રીતે SOJNMS કોર્સમાં એડમિશન માટે કરવી અરજી

ઉમેદવારો એડમિશન માટે ignouadmission.samarth.edu.in પર જાવો.

કોર્સમાં એડમિશન માટે કોર્સ લિંક પર ક્લિક કરો.

માંગેલી જાણકારી દાખલ કરો અને રજિસ્ટ્રેશન કરો.

તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ચૂકવો.

રજિસ્ટ્રેશન પછી છેલ્લા પેજની પ્રિન્ટઆઉટ જરૂર રાખો.

Next Article