IGNOU January Admissions 2022: IGNOUએ UG, PG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવી

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જાન્યુઆરી 2022 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. IGNOUએ પ્રવેશની છેલ્લી તારીખ લંબાવી છે. આ વખતે, જાન્યુઆરી 2022 સત્ર હેઠળ પુન: નોંધણી માટેની નવી અંતિમ તારીખ 25 માર્ચ 2022 છે.

IGNOU January Admissions 2022: IGNOUએ UG, PG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવી
IGNOU January 2022 Admissions
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 12:00 PM

IGNOU January Admissions 2022: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) જાન્યુઆરી 2022 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. IGNOUએ પ્રવેશની છેલ્લી તારીખ લંબાવી છે. આ વખતે, જાન્યુઆરી 2022 સત્ર હેઠળ પુન: નોંધણી માટેની નવી અંતિમ તારીખ 25 માર્ચ 2022 છે. જે ઉમેદવારો પ્રવેશ માટે રસ ધરાવતા હોય (IGNOU Online Registrations 2022) અને હજુ સુધી પ્રવેશ માટે નોંધણી કરાવી નથી તેઓ છેલ્લી તારીખ પહેલા નોંધણી કરાવી શકે છે. IGNOU જાન્યુઆરી 2022 પ્રવેશની સમયમર્યાદા ફક્ત ઑનલાઇન અને ODL અભ્યાસક્રમો માટે લંબાવવામાં આવી છે. જો કે, ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે આ એક્સ્ટેંશન સેમેસ્ટર-આધારિત અને મેરિટ-આધારિત કાર્યક્રમો માટે લાગુ થશે નહીં.

IGNOU દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, નોંધણી અને પ્રવેશ માટેની નવી અંતિમ તારીખ 25 માર્ચ, 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો ignouadmission.samarth.edu.in પર ODL પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. ઓનલાઈન પ્રોગ્રામ્સ ignuiop.samarth.edu.in દ્વારા અરજી કરી શકાય છે અને ઉમેદવારો onlinerr.ignou.ac.in દ્વારા આગામી વર્ષ / સેમેસ્ટર માટે તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરી શકે છે.

કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન

1.ઉમેદવારોએ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ignou.ac.in પર જવું પડશે. 2. હોમપેજ પર, ઓનલાઈન અને / અથવા ODL પ્રોગ્રામ માટે જાન્યુઆરી 2022 સત્ર હેઠળ નોંધણી માટેની સૂચના પર ક્લિક કરો. 3. તમામ વિગતો આપીને અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરીને નોંધણી કરો. 4. સંબંધિત અભ્યાસક્રમો પસંદ કરો અને નોંધણી ફી ચૂકવો. 5. તમારું IGNOU જાન્યુઆરી સત્ર 2022 રજીસ્ટ્રેશન પૂર્ણ થશે. 6. ભવિષ્યના સંદર્ભો માટે પુષ્ટિ પૃષ્ઠની નકલ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અગાઉ અંતિમ તારીખ 15 માર્ચ હતી

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ IGNOU જાન્યુઆરી 2022માં પ્રવેશ માટે સમયસર અરજી કરે. કોઈપણ શંકાના કિસ્સામાં હેલ્પલાઈન નંબરો પર IGNOUનો સંપર્ક કરો. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રવેશ અરજી રજીસ્ટર કરતા પહેલા અને સબમિટ કરતા પહેલા આપેલ તમામ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચે અને તપાસે. જાન્યુઆરી 2022 સત્ર માટે નોંધણી માટેની છેલ્લી તારીખ અગાઉ 5 માર્ચ નક્કી કરવામાં આવી હતી જે પછી 15 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી. હવે યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે ઉમેદવારો પાસે 25 માર્ચ, 2022 સુધીનો સમય છે.

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

g clip-path="url(#clip0_868_265)">