IDBI Recruitment 2021: IDBI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

|

Aug 10, 2021 | 4:44 PM

જેે યુવાનો બેંકમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી તક આવી છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બમ્પર વેકેન્સી બહાર પાડી છે.

IDBI Recruitment 2021: IDBI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો
ફાઈલ ફોટો

Follow us on

IDBI Recruitment 2021: જે યુવાનો બેંકમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી તક આવી છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (IDBI)એ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બમ્પર વેકેન્સી બહાર પાડી છે. બહાર પાડવામાં આવેલી જગ્યા અનુસાર કુલ 650 પોસ્ટ્સ હશે. આ માટે (IDBI Recruitment 2021) અરજી કરવા ઉમેદવારોએ IDBIની સત્તાવાર વેબસાઇટ, idbibank.in પર જવું પડશે.

ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા (IDBI Recruitment 2021) હેઠળ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી પ્રક્રિયા આજથી એટલે કે 10 ઓગસ્ટ 2021થી શરૂ થઈ છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2021 છે. અરજી કરેલ ઉમેદવારો માટે ફી જમા કરવાની આ છેલ્લી તારીખ પણ આ જ છે. જોકે પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. કૃપા કરીને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના તપાસો.

ખાલી જગ્યાની વિગતો

બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર IDBI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ Aની પોસ્ટ માટે 650 બેઠકો ભરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 265, ઓબીસી ઉમેદવારો માટે 175 સીટો, આર્થિક રીતે નબળા એટલે કે ઇડબલ્યુએસ માટે 65, એસસી કેટેગરી માટે 97 અને એસટી માટે 48 સીટો રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અરજી ફી

ખાલી જગ્યા માટે અરજી કરતા સામાન્ય વર્ગ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC, ST અને PH કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઇન મોડમાં ફી ચૂકવી શકાય છે.

આવશ્યક લાયકાત અને વય મર્યાદા

આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી 60% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. SC-ST અને PH કેટેગરી માટે 55% ગુણ હોવા ફરજિયાત છે. આમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

આ પણ વાંચો: GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

Next Article