NTA CMAT Registration 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) CMAT પરીક્ષા 2022 માટે રજિસ્ટ્રેશન વિન્ડો ટૂંક સમયમાં ખોલવામાં આવશે. CMAT નોંધણી 2022 cmat.nta.nic.in પર શરૂ થશે. કોમન મેનેજમેન્ટ ટેસ્ટની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઈટ પર નજર રાખવી જોઈએ. ગ્રેજ્યુએશન ડિગ્રીમાં 50% ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ CMAT 2022 અરજી ફોર્મ ભરવા માટે પાત્ર છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ CMAT 2022 રજીસ્ટ્રેશન ફોર્મ પણ ભરી શકે છે.
CMAT 2022 પરીક્ષા એ AICTE દ્વારા માન્ય મેનેજમેન્ટ સંસ્થાઓમાં MBA/PGDMમાં પ્રવેશ લેવા માટેની એક પ્રવેશ પરીક્ષા છે. જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત છે જેમાં 3 કલાકનો સમય આપવામાં આવે છે. CMAT 2022માં ઉચ્ચ સ્કોર 1000 AICTE માન્ય MBA/PGDM કોલેજોમાં MBA પ્રવેશ માટેની તક પૂરી પાડે છે. ત્રણ કલાકની કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન સીએમએટી પરીક્ષા 2022ને ચાર અને પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે.
CMAT 2022 પરીક્ષા માટે નોંધણીની પ્રક્રિયા ગમે ત્યારે શરૂ થઈ શકે છે, તેથી ઉમેદવારોને NTA વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Success Story: 14 વર્ષની ઉંમરે થયા લગ્ન, બે બાળકો અને પરિવારની સંભાળ રાખતા એન અંબિકા બન્યા IPS ઓફિસર