ICMAI 2021: 8 ડિસેમ્બરથી શરૂ થશે CMA પરીક્ષા, આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

|

Nov 29, 2021 | 6:22 PM

ICMAI 2021: ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) CMA પરીક્ષા 8 ડિસેમ્બરથી લેવામાં આવશે. આ માટે ઉમેદવારો એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

ICMAI 2021: 8 ડિસેમ્બરથી શરૂ થશે CMA પરીક્ષા, આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
ICMAI 2021

Follow us on

ICMAI 2021: ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) CMA પરીક્ષા 8 ડિસેમ્બરથી લેવામાં આવશે. આ માટે ઉમેદવારો એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. એડમિટ કાર્ડ જાહેર થયા પછી, તેને સત્તાવાર વેબસાઇટ- icmai.in પર ડાઉનલોડ કરી શકાય છે.

જૂન અને ડિસેમ્બર 2021 સત્ર માટે સંયુક્ત રીતે લેવામાં આવનાર CMA ઇન્ટરમીડિયેટ અને CMA ફાઇનલ અભ્યાસક્રમોની પરીક્ષાઓ દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. CMA ઇન્ટર અને ફાઇનલ કોર્સના જૂન અને ડિસેમ્બર 2021 બંને સત્રોની સંયુક્ત પરીક્ષાઓ 8 ડિસેમ્બરથી ICMAI દ્વારા લેવામાં આવનાર છે.

પરીક્ષા 15મી ડિસેમ્બર સુધી ચાલશે

આ પરીક્ષાઓ સંયુક્ત રીતે લેવાશે, જે ઓનલાઈન સેન્ટર આધારિત હશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. પરીક્ષા દરેક નિર્ધારિત તારીખે ત્રણ કલાકની બે શિફ્ટમાં લેવામાં આવશે, જે સવારે 10 અને બપોરે 2 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, ICMAI એ CMA ફાઉન્ડેશન ડિસેમ્બર 2021ની પરીક્ષા 2 જાન્યુઆરી, 2022 ના રોજ યોજવાની જાહેરાત કરી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓની માંગ

CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ કોર્સના વિદ્યાર્થીઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ડિસેમ્બર 2021ની પરીક્ષાઓ માટે વહેલામાં વહેલી તકે એડમિટ કાર્ડ જાહેર કરવા ICMAI પાસે માંગ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓના મતે જો પરીક્ષા કેન્દ્ર દૂર ફાળવવામાં આવે તો તેના માટે પ્રવાસનું આયોજન કરવું મુશ્કેલ બનશે.

તે જ સમયે, આવા ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ICMAIએ અન્ય પરીક્ષા નિયમનકારોની જેમ મોક ટેસ્ટની જોગવાઈ નથી કરી, તો પરીક્ષા ઓફલાઈન હોવી જોઈએ. આ ઉપરાંત અન્ય ઘણા કારણોસર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષાની માંગ કરી રહ્યા છે.

પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ (The Institute of Cost Accountants of India) 25 સપ્ટેમ્બર 2021ના રોજ નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, સીએમએ ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાઓ અનિવાર્ય કારણોસર મુલતવી રાખવામાં આવી છે. અગાઉ, CMA ઇન્ટર અને ફાઇનલ (ICMAI CMA 2021 જૂન સત્ર) ની જૂન સત્રની પરીક્ષાઓ 21 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર, 2021 દરમિયાન યોજાવાની હતી.

 

આ પણ વાંચો: WBPHED Recruitment 2021: એન્જિનિયરો માટે બમ્પર ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ICG Assistant Commandant Exam 2021: આસિસ્ટન્ટ કમાનડન્ટની જગ્યાઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો તમામ વિગતો

Next Article