CA Exams 2021: સારા સમાચાર, ICAIએ ઈન્ટર કોર્સ પરીક્ષા માટે છેલ્લો પ્રયાસ વધાર્યો

|

Aug 21, 2021 | 8:19 PM

નવેમ્બર 2021ની પરીક્ષાઓ જૂના કોર્સ અંતર્ગત લખનારા વિદ્યાર્થીઓ માટે અંતિમ પ્રયાસ હશે અને આગળ કોઈ વિસ્તાર આપવામાં આવશે નહીં.

CA Exams 2021: સારા સમાચાર, ICAIએ ઈન્ટર કોર્સ પરીક્ષા માટે છેલ્લો પ્રયાસ વધાર્યો
સાંકેતિક તસ્વીર

Follow us on

CA Exams 2021: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, આઈસીએઆઈએ (ICAI) ફાઈનલ  (Final) અને ઈન્ટમીડીએટ  (Intermediate) અભ્યાસક્રમો માટે સીએ (CA) પરીક્ષા 2021માં સામેલ  થવાના અંતિમ પ્રયાસને નવેમ્બર 2021 સુધી લંબાવ્યો છે. આ કોર્સના તમામ વિદ્યાર્થીઓ માટે વિસ્તાર કરવામાં આવ્યા છે.

 

આ અંગેની નોટિસ સત્તાવાર વેબસાઈટ icai.org પર જાહેર કરવામાં આવી છે. સત્તાવાર સૂચના મુજબ કોવિડ 19 ના સંક્રમણના કારણે અથવા અન્ય કારણોસર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મે 2021 પરીક્ષા સાયકલથી બહાર હોવા કે ન હોવા છતાં તમામ વિદ્યાર્થીઓ માટે વિસ્તાર કરવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જો કે નવેમ્બર 2021ની પરીક્ષાઓ જૂના કોર્સ અંતર્ગત લખનારા વિદ્યાર્થીઓ માટે અંતિમ પ્રયાસ હશે અને આગળ કોઈ વિસ્તાર આપવામાં આવશે નહીં. કારણ કે કોઈપણ પરિસ્થિતિમાં જૂની કોર્સ સ્કીમ હંમેશા માટે બંધ થઈ જશે.

 

આ દરમિયાન સંસ્થાએ ડિસેમ્બરની પરીક્ષાઓ માટે સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. ICAIએ IRM, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્ટરમીડિયેટ, ફાઈનલ અને ફાઉન્ડેશન પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. શેડ્યૂલ ICAIની સત્તાવાર વેબસાઈટ – icai.org પર જોઈ શકાય છે. પરીક્ષાનું સમયપત્રક પણ નીચે આપેલ છે.

 

 પરીક્ષાનું શેડ્યૂલ   

1. ICAI CA ફાઉન્ડેશન ((ICAI Foundation) કોર્સની પરીક્ષા – 13 ડિસેમ્બર, 15, 17, 19 ડિસેમ્બર 2021

2. ICAI CA ઈન્ટરમીડિએટ (CA IPC 2021) ઓપ્ટ આઉટ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા- 6 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર 2021 સુધી

3. ICAI CA ઈન્ટરમીડીએટ પરીક્ષા નવી યોજના – 6થી 20 ડિસેમ્બર 2021 સુધી

4. ઑપ્ટ આઉટ વિદ્યાર્થીઓ માટે ICAI CA ફાઈનલ કોર્સની પરીક્ષા – 5થી 19 ડિસેમ્બર 2021

5. CA ફાઈનલ કોર્સ પરીક્ષા ગ્રુપ -1 (ફક્ત ઑપ્ટ આઉટ વિદ્યાર્થીઓ માટે) – 5, 7, 9 અને 11 ડિસેમ્બર, 2021

6. જૂની યોજના હેઠળ CA ફાઈનલ કોર્સની પરીક્ષા ગ્રુપ -2 (માત્ર ઑપ્ટ આઉટ વિદ્યાર્થીઓ માટે) – 13 ડિસેમ્બર, 15, 17 અને 19 ડિસેમ્બર 2021

7. નવી યોજના હેઠળ, CA ફાઈનલ કોર્સની પરીક્ષા (ગ્રુપ 1) – 5, 7, 9 અને 11 ડિસેમ્બર 2021

8. નવી યોજના હેઠળ, CA ફાઈનલ કોર્સની પરીક્ષા (ગ્રુપ 1) – 5, 7, 9 અને 11 ડિસેમ્બર 2021

9. નવી યોજના હેઠળ, CA ફાઈનલ કોર્સની પરીક્ષા (ગ્રુપ 2) -13, 15, 17 અને 19 ડિસેમ્બર 2021

 

 

આ પણ વાંચોIAF AFCAT Admit Card 2021: કોમન એડમિશન ટેસ્ટનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ સરળ સ્ટેપ્સ દ્વારા કરો ડાઉનલોડ

 

આ પણ વાંચોNEET PG 2021 માટે રજિસ્ટ્રેશન અને સુધારણા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, આ રીતે કરો અરજી

Next Article