ICAI CS June Admit Card 2022: CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, અહીં ડાઉનલોડ કરો

ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICAI CS Admit Card 2022) 1 જૂનથી 10 જૂન, 2022 દરમિયાન CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ માટે પરીક્ષાનું આયોજન કરશે.

ICAI CS June Admit Card 2022: CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, અહીં ડાઉનલોડ કરો
ICSI CS Admit card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 8:01 PM

ICAI CS Admit Card 2022: જૂન 2022 સત્રમાં યોજાનારી પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ICSI CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી, તેઓ સત્તાવાર વેબસાઈટ  icsi.edu પર જઈને એડમિટ કાર્ડ (ICSI CS Admit Card 2021) ડાઉનલોડ કરી શકે છે. એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ માટેની પરીક્ષા 1 જૂનથી 10 જૂન, 2022 દરમિયાન દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા પરીક્ષા માટેની નોટિસ જાહેર કરવામાં આવી છે.

CS ફાઉન્ડેશનની પરીક્ષા 15મી જૂન અને 16મી જૂન, 2022ના રોજ લેવામાં આવશે. જે ઉમેદવારો પરીક્ષામાં બેસવા માગે છે, તેઓ નીચે આપેલા આ સરળ પગલાંઓ દ્વારા એડમિટ કાર્ડ (CS June Admit card 2022) ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો નીચે આપેલા આ સરળ પગલાંને અનુસરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

CS Admit Card 2022: અહીં ડાઉનલોડ કરો

  1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ICSIની અધિકૃત વેબસાઈટ icsi.eduની મુલાકાત લો.
  2. હોમ પેજ પર ઉપલબ્ધ લેટેસ્ટ અપડેટ્સ લિંક પર ક્લિક કરો.
  3. એક નવું પેજ ખુલશે, જ્યાં ઉમેદવારોએ હોમ પેજ પર ઉપલબ્ધ ICSI CS જૂન પરીક્ષાની એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  4. લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  5. તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  6. એડમિટ કાર્ડ ચેક કરો અને ડાઉનલોડ કરો.
  7. વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

આ બાબતો ધ્યાનમાં રાખો

ICSI CS 2022 પરીક્ષાના એડમિટ કાર્ડમાં ઘણા ઉમેદવારોની ઘણી મહત્વપૂર્ણ માહિતી હશે, જેની તપાસ કરવી જોઈએ. આમાં ઉમેદવારનું નામ, ફોટો, રજીસ્ટ્રેશન નંબર, પરીક્ષાનું નામ, પરીક્ષા કેન્દ્રનું નામ, સરનામું, કોડ નંબર, પરીક્ષાની માહિતી, વિષયનું નામ, રિપોર્ટિંગનો સમય અને પરીક્ષાનો સમય ચેક કરવાનો રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફાઉન્ડેશન એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા CS ફાઉન્ડેશનના એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષાના થોડા દિવસો પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. ICSI દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ CS ફાઉન્ડેશન પરીક્ષા રિમોટ પ્રોક્ટરિંગ દ્વારા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">